Surat: 12 મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ
રૂદ્રા એન્કલેવમાંથીપડતુ મુકનાર યુવાન પરિણીતાનું ઘટનાસ્થળે કરુણ મોત
સુરતના ભીમરાડ કેનાલ રોડ આવેલ રુદ્ર એંકલેવન બારમા માળેથી રહસ્યમય સંજોગોમાં યુવતીએ કુદકો મારી દેતા ચકચાર મચી હતી. યુવાન મહિલાના આપઘાત અંગે પોલીસે તમામ શક્યતાઓના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
અલથાણ ભીમરાડ કેનાલ રોડ રુદ્રા એન્કલેવ ના ૪૦૩ નંબરના ફ્લેટમાંરહેતા ૩૧ વર્ષીય નીતાબેન મનોજસિંહ ના પરિવારમાં પતિ અને પુત્ર છે.સુખ શાંતિ થી ચાલતા નાનકડા આ પરિવાર મા અચાનક શોક ફેલાયો છે. કારણે ગઈકાલે સોમવારે મોડી સાંજે નીતાબેન એ પોતાના એપાર્ટમેન્ટના બારમા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. ગણેશ પર્વ ને લઇ સોસાયટીમાં સત્યનારાયણની કથા સમાપ્ત કરી બધા ત્યાજ બેઠા હોય અચાનક મહિલાએ કૂદકો મારતા સ્થનિકો દોડી આવ્યા હતા.જો કે 12 માં માળેથી કૂદકો મારતા મહિલાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે નીતાબેન ને કયા કારણોસર પગલું ભર્યુ તે જાણવા તપાસ શરૂ કરી છે.