અફઘાનિસ્તાન સામે પણ નહીં રમી શકે શુભમન ગિલ : BCCIએ જારી કર્યું મેડિકલ અપડેટ
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ(Shubhman Gill) 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામેની મેચમાં રમી શકશે નહીં. તે ટીમ સાથે દિલ્હી જશે નહીં.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે ગિલ અંગે મેડિકલ અપડેટ જારી કર્યું છે કે ગિલ ચેન્નાઈમાં રહેશે અને મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. BCCI અનુસાર, શુભમન ગિલ ટીમ સાથે દિલ્હી જશે નહીં. ગિલ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમી શક્યો ન હતો અને હવે તે દિલ્હીમાં 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ રમી શકશે નહીં.
વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર શુભમન ગિલ ખરાબ તબિયતના કારણે મેચમાં રમી શક્યો ન હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. ઈશાન મેચમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.