Cricket : વિરાટ કોહલી બની ગયો શુભમન ગીલની બેટિંગનો ફેન !

0
Cricket: Virat Kohli became a fan of Shubman Gill's batting!

Cricket: Virat Kohli became a fan of Shubman Gill's batting!

23 વર્ષીય યુવા(Youth) ભારતીય ઓપનર શુભમન ગિલ(Shubhman Gill) ચર્ચામાં છે. શુભમન ગિલે અમદાવાદના(Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. શુભમન ગિલ T20 ઇન્ટરનેશનલ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. શુબમન ગિલે આમ કરીને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે.

વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે અણનમ 122 રન બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ શુભમન ગિલના નામે નોંધાઈ ગયો છે. જણાવી દઈએ કે કિંગ કોહલીએ વર્ષો પહેલા શુભમન ગિલની પ્રતિભાને ઓળખી લીધી હતી. શુભમન ગિલની સદી બાદ વિરાટ કોહલીનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પ્રિન્સ શુભમન ગિલના વખાણ કરતો જોવા મળી રહ્યો છે.

 

 

વીડિયોમાં વિરાટ કોહલીને કહેતા સાંભળી શકાય છે, ‘જ્યારે મેં શુભમનને નેટ્સ પર બેટિંગ કરતા જોયો ત્યારે મને લાગ્યું કે જ્યારે હું 19 વર્ષનો હતો ત્યારે હું તેના કરતા 10 ટકા પણ નહોતો. શુભમન ગિલમાં ઘણો આત્મવિશ્વાસ છે. જણાવી દઈએ કે શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે, તેની સાથે જ શુભમને વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *