વર્લ્ડકપનું એન્કરિંગ કરવા આવેલી પાકિસ્તાની મહિલા પત્રકારની હકાલપટ્ટી : હિન્દૂ દેવી દેવતાઓનું કર્યું હતું અપમાન

Pakistani woman journalist who came to anchor World Cup expelled: Hindu deities were insulted

Pakistani woman journalist who came to anchor World Cup expelled: Hindu deities were insulted

પાકિસ્તાની(Pakistani) મહિલા પત્રકાર ઝૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે. તે અહીં ICC વર્લ્ડ કપ 2023નું એન્કરિંગ કરવા આવી હતી. પરંતુ, ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તે આ કરી શકશે નહીં. ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ આ કાર્યવાહી હિંદુ દેવી-દેવતાઓના અપમાનને કારણે કરવામાં આવી છે. સમાચાર છે કે ઝૈનબ હાલ દુબઈમાં છે.

ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ ભારતીય વકીલ વિનીત જિંદાલે ફરિયાદ નોંધાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ફરિયાદ ઝૈનબની જૂની ટ્વિટને લઈને છે, જેમાં તેણે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઘણું લખ્યું હતું. ફરિયાદ કરનાર ભારતીય વકીલના જણાવ્યા અનુસાર, ઝૈનબે 9 વર્ષ પહેલા આ ટ્વીટ્સ “Zainablovesrk” યુઝરનેમથી કરી હતી, જે બાદમાં તેણે “ZAbbas Official” કરી દીધી હતી.

 

ઝૈનબ અબ્બાસને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો

પાકિસ્તાની પત્રકાર ઝૈનબ અબ્બાસ વિરુદ્ધ દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હિંદુ માન્યતાઓનું અપમાન કરવા બદલ તેમના પર IPCની કલમ 153A, 295, 506 અને 121 લગાવવામાં આવી છે. એવી પણ માંગ કરવામાં આવી હતી કે તેને શક્ય તેટલી વહેલી તકે વર્લ્ડ કપ પ્રસ્તુતકર્તાઓની યાદીમાંથી દૂર કરવામાં આવે. કારણ કે, ભારત વિરુદ્ધ બોલનારા આવા લોકોનું ભારતમાં સ્વાગત થઈ શકે નહીં.

ભારતીય ક્રિકેટ પર પણ નિશાન સાધ્યું હતું

ઝૈનબ અબ્બાસે પણ ક્રિકેટના નામે ભારત પર પ્રહારો કર્યા છે. એક જૂના ટ્વીટમાં તેણે લખ્યું હતું કે આટલી વસ્તી ધરાવતો દેશ ફાસ્ટ બોલર પેદા કરી શકે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ઝૈનબ અબ્બાસ કેસમાં લેટેસ્ટ અપડેટ એ છે કે પાકિસ્તાની પત્રકારને ICC વર્લ્ડ કપ 2023થી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ભારતની બહાર મોકલી આપવામાં આવી છે.

Please follow and like us: