Surat:રોડ એકસીડન્ટમાં બ્રેઈન ડેડ થયેલા 28 વર્ષીય યુવકના અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન

0

સુરતમા રોડ એકસીડન્ટમાં સિવિલમાં સારવાર માટે લવાયેલા યુવકને બબ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેતા તેના પરિવારે યુવકની બે કિડની અને એક લીવરદાન કરીને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. સાથે જ સમાજના લોકોને નવી દિશા બતાવી માનવતા મહેકાવી છે.

મૂળ નાલંદા જિલ્લાના હનુમાન ગઢ ગામના રહેવાસી અને હાલ સુરતમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા 28 વર્ષીય જીતેન્દ્ર જગદીશ કેવટનું 25 તારીખના રોજ રોડ એકસીડન્ટ થયું હતું. જેથી તેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ત્યારે બ્રેઈન ડેડ યુવકના ઓર્ગન થી અન્ય વ્યક્તિઓને નવજીવન મળે તે હેતુ સાથે યુવકના પરિવાર અને મિત્રને સમજાવવાના પ્રયાસ કરાયા હતા.

જીતેન્દ્રને માતા પિતા ન હોય તેના ભાઈ પપ્પુ કેવટ અને બે બહેન રંજુ દેવી તેમજ અંજુ દેવી તેમજ મૃતકના મિત્રોને ડોક્ટર નિલેશ કાછડીયા, ડોક્ટર રાહુલ અમીન, ડોક્ટર જીગ્નેશ ગેંગડીયા એ કાઉન્સિલ કરી સગા વ્હાલાને અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું.અને પરિવારને અંગદાન વિશે પૂરતી સમજ આપી ત્યારે પરિવારે નક્કી કર્યું કે બીજા 3 લોકોનો જીવ બચતો હોય તો એ સૌથી મોટું દાન છે. જે બાદ તારીખ 28 ના રોજ બ્રેઈન ડેડ થયેલા જીતેન્દ્રનું બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવરકર, સર્જરીના વડા ડોક્ટર નિમેશ વર્મા,ડોક્ટર પારુલ વડગામા ના માર્ગદર્શન થી અને ડો.ઓમકાર ચૌધરી તેમજ સામાજિક કાઉન્સિલર દીક્ષિત ત્રિવેદી અને ગુલાબ ભાઈના સહયોગ સાથે તારીખ 28 ના રોજ જીતેન્દ્ર અંગદાન ની પ્રક્રીયા ને સફર બનાવી હતી.અને જીતેન્દ્રના આ ઓર્ગેન્સ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જ્યાં જરૂરિયાત મંદને આ દાન થકી નવજીવન મળશે

મૃતક જીતેન્દ્રના ભાઈ અને બે બહેન તેમજ તેના મિત્રો મિત્રોએ અંગદાન નું મહત્વ સમજી અને સમાજના અન્ય લોકોને પણ આ માટે પ્રેરિત કરી જીતેન્દ્રના એક લીવર અને બે કીડનીનું દાન કરતા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *