Surat:ચોર્યાસી બેઠકના વર્તમાન ધારાસભ્ય સામે અન્ય દાવેદારે બતાવ્યું શક્તિ પ્રદર્શન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુસંધાને ભાજપના ઉમેદવારોની પસંદગીની માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અને રાજ્યના તમામ મહાનગરો અને જિલ્લાઓમાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ગતરોજ હાથ ધરવામાં આવેલી સાયન્સ પ્રક્રિયામાં શહેરની બાર બેઠકો પૈકી છ બેઠકો માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. છ બેઠકો ઉપર 182 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી હતી.
• સુરતની ચોર્યાસી બેઠક પર દાવેદારી માટે પડાપડી
રાજ્યભરમાં નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે.ગઈકાલે મોડી રાત સુધી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી જ્યાં વિવિધ કાર્યકર્તા અગ્રણીઓ અને નેતાઓએ પોતપોતાની બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. આ અંતર્ગત સુરત જિલ્લાના ચોર્યાસી બેઠક પર સિટિંગ ધારાસભ્ય ઝંખના પટેલે દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત સુરત શહેર જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ સુરત મનપાના શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપુતના સમર્થકો અને ભટલાઈ ગામના છોટુ પટેલે દાવેદારી નોંધાવી હતી.
ચોર્યાસી બેઠક સુરત શહેરની સૌથી મોટી વિધાનસભા પૈકીની એક છે. ત્યારે ચોર્યાસી વિધાનસભા માટે કોળી સમાજે કમરકસી છે.આ બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય ઝંખનાબેનની સામે ભટકાઈ ગામના છોટુ પટેલએ દાવેદારી નોંધાવી છે.છોટુ પટેલની રાજકીય કારકિર્દી ની વાત કરીએ તો 1990 માં બીજેપીમાં જોડાયા હતા.ત્યાર બાદ 2012માં બક્ષી પચના મહામંત્રી રહી ચૂક્યા છે.છોટુ પટેલ 2017માં ભટલાઈ ગામના સરપચ રહી ચૂક્યા છે.
છોટુ પટેલ પોતાના ચાર હજાર જેટલા સમર્થકો સાથે કમલમ પર દાવેદારી નોંધાવવા પહોંચ્યા
આ બેઠક પર પરપ્રાંતિયો અને કોળી પટેલનું વર્ચસ્વ છે. ત્યારે કોળી પટેલ સમાજના અને હાલના સીટિંગ ધારાસભ્ય જંખના પટેલ સહિત ભાજપ સાથે જોડાયેલા હોદ્દેદારો દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી હતી. આ સાથે દાવેદારી નોંધાવનાર છોટુ પટેલ પોતાના ચાર હજાર જેટલા સમર્થકો સાથે કમલમ પર દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. જેને પગલે સમગ્ર દિવસ દરમિયાન સૌથી વધુ સમર્થકોની ભીડ ચોર્યાસી બેઠક પર જોવા મળી હતી.
સુરતના કમલમ ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન વર્તમાન ધારાસભ્યો માંથી ચાર ધારાસભ્યો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે. જેમાં વરાછાથીકુમાર કાનાણી, ઉધનાથી વિવેક પટેલ, કરંજ થી પ્રવીણ ઘોઘારી, અને ચોર્યાસી બેઠકથી ઝંખના પટેલએ ટિકિટ માંગી છે. જોકે ગતરોજ યોજાયેલ સેન્સ પ્રક્રિયા દરમિયાન છ બેઠકો પરથી 182 જેટલા નેતાઓએ દાવેદારી નોંધાવી હતી.જેમાં સૌથી વધુ દાવેદારી ચોર્યાસી બેઠક પર જોવા મળી હતી. ચોર્યાસી બેઠકથી 58, ઉધનામાં 46, કરંજમાં 24, કતારગામમાં 23, વરાછામાં 21, અને મજૂરા થી 10 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.