Surat:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રિય એકતા દિવસને મજબુત કરવા માટે સુરતમાં યોજાઈ “યુનિટી રન ” 

0

 SVNIT કોલેજ કેમ્પસ થી કારગીલ વિજય ચોક અને પરત કેમ્પસ સુધી ‘‘ એકતા દોડ’’ યોજાઈ

ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ તાઃ૩૧મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ‘‘યુનિટી રન’’ એકતા દોડ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્ આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સૂરત શહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી વહેલી સવારે યોજાયેલી યુનિટી રનમાં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ, શહેરીજનોએ દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાં થી પરત SVNIT કેમ્પસ પરત ફરી હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા.

મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યૃ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. આ અવસરે અધિક પોલીસ કમિશનર, જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ તેમજ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *