દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના નવા 228 કેસ, સક્રિય કેસ 2503

0

(Corona) દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના નવા ૨૨૮ કેસ, સક્રિય કેસ ૨૫૦૩ છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૫ લોકો સાજા થયા, રિકવરીની કુલ સંખ્યા વધીને૪,૪૧,૪૬,૩૩૦: છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૪૫૦ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા

ચીનઅને અમેરિકાની સાથે જ સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે, હવે સક્રિય સોની સંખ્યા વધીને ૨,૫૦૩ થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં  275 લોકો કોરોનાથી સાજા થયા છે. જે બાદ રિકવરીની કુલ સંખ્યા વધીને ૪,૪૧,૪૬,૩૩૦ થઈ ગઈ છે. આ સાથે, હાલમાં રિકવરી રેટ ૯૮.૮ ટકા છે અને સક્રિય કેસ૦.૦૧ ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મંગળવારના રોજ કોરોનાના ૧૩૪ નવા કેસ નોંધાયા હતા. ૪ જાન્યુઆરીએ ૧૭૫ નવા કેસ નોંધાયા હતા. આ પછી, ગઈકાલે કોરોનાના ૧૮૮ નવા કેસ નોંધાયા હતા મત્રાલયના અહેવાલ મુજબ, દૈનિક સકારાત્મક દર ૦.૧૧ ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે અઠવાડિયાનો સકારાત્મક દર ૦.૧૨ ટકા છે. દેશમાં કુલ ૯૧.૧૭ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૯,૭૩૧ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૪૫૦ ડોઝ આપવામાં આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *