World Cup 2023 : ફૂડ ડિલિવરી બોય સહીત આ ચાર યુવાઓની કિસ્મત ચમકી, નેધરલેન્ડની ટીમમાં થઇ પસંદગી
ICC વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં યોજાશે. આવી સ્થિતિમાં, નેધરલેન્ડ ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની તૈયારીમાં ભારતમાં એક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવા જઈ રહી છે, જેના માટે નેધરલેન્ડ્સે સ્થાનિક બોલરો માટે અરજીઓ મંગાવી હતી જેઓ ટીમ માટે નેટમાં બોલિંગ કરી શકે છે.
10 હજાર લોકોએ નેટમાં બોલિંગ કરવા માટે અરજી કરી હતી. આમાંથી ચાર લોકોની પસંદગી કરવામાં આવી છે. આ ચાર પૈકી એક ફૂડ ડિલિવરી બોયનું ભાવિ ખુલી ગયું છે. 29 વર્ષીય લોકેશ કુમાર ચેન્નાઈમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. નેધરલેન્ડ માટે નેટ્સમાં બોલિંગ કરવા માટે તેની પસંદગી કરવામાં આવી છે.
Thank you for the overwhelming response to our net bowlers hunt, India. Here the 4 names who will be part of the team’s #CWC23 preparations. 🙌 @ludimos pic.twitter.com/arLmtzICYH
— Cricket🏏Netherlands (@KNCBcricket) September 19, 2023
આ બોલરોની પણ પસંદગી કરવામાં આવી છે
લોકેશ કુમાર લેગ સ્પિનર છે. નેધરલેન્ડ માટે નેટ બોલર તરીકે તેની પસંદગી તેના સપનાને પૂર્ણ કરવાની એક મોટી સિદ્ધિ છે. તે અલૂરમાં નેધરલેન્ડ માટે ટ્રેનિંગ કેમ્પ દરમિયાન બોલિંગ કરશે.
નેટ્સમાં બોલિંગ કરશે
લોકેશ કુમાર ઉપરાંત નેધરલેન્ડે વધુ ત્રણ યુવાનોની પસંદગી કરી છે. જેમાં હેમંત કુમાર, રાજમણિ પ્રસાદ અને હર્ષ શર્માનો સમાવેશ થાય છે. હેમંત કુમાર ડાબોડી ફાસ્ટ બોલર છે. રાજમણિ પ્રસાદે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે નેટ બોલિંગ કરી છે. હર્ષ શર્મા ડાબોડી ઓર્થોડોક્સ સ્પિનર છે.