Surat: એસએમસીને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કેટલા કરોડની લોન મળશે?

0

રિવરફ્રન્ટ ડેવપલપમેન્ટ પ્રોજેક્ટ માટે લોનની રકમ નક્કી થવાની હવે શક્યતા:વર્લ્ડ બેંકની ટીમ બીજી વખત સુરતની મુલાકાતે

સુરતના  મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજ્યુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત નાણાંકીય સહાય મેળવવા વર્લ્ડ બેંક સમક્ષ કરવામાં આવેલ તજવીજના ભાગરૂપે વર્લ્ડ બેંકની ટીમ બીજી વખત સુરતની મુલાકાતે આવી છે. થોડા માસ પૂર્વે વર્લ્ડ બેંકની ટેકનીકલ ટીમ સુરત પ્રવાસી આવી હતી. તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની સાઇટ ઉપરાંત મનપાના અનેક કાર્યરત તથા પાઇપલાઇન હેઠળના પ્રોજેક્ટોની સાઇટોની વિઝિટ કરી હતી. મનપાની આવક અને ખર્ચ બાબતે વિસ્તૃત પ્રેઝટેશન નિહાળ્યું હતું. મનપાને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી કેટલા કરોડની અને કયા વ્યાજના દરે લોન ઉપલબ્ધ થશે? તે વર્લ્ડ બેંકની બીજી મુલાકાત બાદ સ્પષ્ટ થશે.

ગતરોજ ૨૬ સપ્ટેમ્બરથી એક ૧ ઓક્ટોબર સુધી વર્લ્ડ બેંકની ટીમ સેકન્ડ પ્રીપેરેશન મિશન (હાઇબ્રીડ) અંતર્ગત વિવિધ માહિતી મેળવવા અર્થે સુરતની મુલાકાતે આવી છે. આ મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે નાણાકીય સહાય બાબતે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પ્રથમ બે દિવસ દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ દ્વારા કન્સલન્ટન્ટ એજન્સી ઉપરાંત મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો હાથ ધરી છે. મનપા કમિશનર દ્વારા વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ કઈ તારીખે, કયા સમયે કયા વિભાગ, એજન્સીની ટીમ દ્વારા કયા પ્રોજેક્ટ બાબતે મીટીંગ, પ્રેઝન્ટેશન રજૂ કરવું? તે અંગે વિસ્તૃત ઓર્ડર ઇસ્યુ કર્યો છે.

આગામી ૨૯ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બાદ બપોરે મનપા કમિશનર પણ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે બેઠકમાં જોડાશે, વર્લ્ડ બેંકની ટીમની આ મુલાકાતના આધારે મનપાની રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કેટલી નાણાકીય સહાય વર્લ્ડ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવાશે? વ્યાજના દરની સહિતની શરતો શું હશે? તે અંગે સ્પષ્ટ ચિતાર મળી શકે તેમ છે.

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કેટલા કરોડની લોન મળશે, કઈ શરત અને દરે લોન ઉપલબ્ધ થશે? તે અંગે નજીકના દિવસોમાં મનપાને ખ્યાલ આવી જશે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *