મહિલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વિધિ વિધાન સાથે સંભાળ્યો ચાર્જ
મનપાની(Corporation) આગામી અઢી વર્ષની મુદત માટે નિમાયેલા વિપક્ષના નેતા, ઉપનેતા અને દંડકએ સોમવારે ચાર્જ સંભાળી લીધો હતો. આ પહેલા ત્રણેય અધિકારીઓએ ઓફિસમાં વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી અને પછી પદભાર સંભાળ્યો.
આ દિવસોમાં મહાનગરપાલિકામાં નવા અધિકારીઓની નિમણૂંક બાદ હોદ્દાઓ સંભાળવાનો તબક્કો ચાલી રહ્યો છે. વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી વતી સૌથી નાની વયની કાઉન્સિલર પાયલ સાકરિયાને અઢી વર્ષ માટે વિપક્ષના નેતા પદ પર નિયુક્ત કરવામાં આવી છે. જ્યારે મહેશ આંગણને ઉપનેતા તરીકે અને રચના હીરપરાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણેય સોમવારે તેમના હોદ્દા ગ્રહણ કર્યા.
શાસક પક્ષ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની 12 સ્પેશિયલ કમિટીના ચેરમેન અને વાઈસ ચેરમેનની જગ્યાઓ માટે પણ નવા કાઉન્સિલરોની નિમણૂંક કરવામાં આવી છે. તેમાંથી ઘણા મંગળવારે ચાર્જ સંભાળ્યો હતો .