યાત્રીઓ માટે લાલબતી સમાનકિસ્સો, ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ : ઘટના સીસીટીવીમાં કેદ 

0

સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નબર બે પરથી મેમુ ટ્રેનમાં બેસવા જતી વેળાએ સંતુલન ખોરવાતા એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયી હતી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી મહિલાને આરપીએફના જવાને બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચાલુ ટ્રેને દોડીને ટ્રેનમાં ચડવા જતા યાત્રીઓ માટે આ ઘટના લાલબતી સમાન છે.

 

ઘણી વખત દોડીને ટ્રેનમાં ચડવા તેમજ ટ્રેનમાં જગ્યા રોકવા માટે લોકો ચાલુ ટ્રેનમાં ચડવા જતી વેળાએ દુર્ઘટનાનો શિકાર બને છે અને ભૂતકાળમાં આ પ્રકારની ઘટના પણ સામે આવી ચુકી છે ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતના રેલ્વે સ્ટેશન પર સામે આવી છે.

મળતી માહિતી મુજબ સુરત રેલ્વે સ્ટેશન પર બુધવારે રાબેતા મુજબના સમયે મેમુ ટ્રેન આવી હતી અને ત્યારબાદ ટ્રેન ઉપડી હતી. ટ્રેન રવાના થઇ રહી હતી તે સમયે બે મહિલા ટ્રેન પકડવા માટે દોડી હતી. આ દરમ્યાન એક મહિલા યાત્રીનું સંતુલન ખોરવાયુ હતું. મહિલા પેસેન્જરે ટ્રેનના દરવાજાનો એંગલ પકડવાની કોશિશ કરતાં તે પકડી શકી ન હતી અને બેલેન્સ ખોરવાઈ જતાં તે ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી.

આ સમયે ત્યાં હાજર આરપીએફ જવાન અરવિંદ કુમારની નજર પડતા તેમણે તાત્કાલિક તેણીનો હાથ પકડીને બહાર ખેચી લીધી હતી. આરપીએફ જવાનની સમય સુચકતાના કારણે મહિલા યાત્રીનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળુ વેકશન ચાલી રહ્યું છે તેમજ સ્ટેશન પર યાત્રીઓની ભીડ પણ જોવા મળી રહી છે ત્યારે ઘણી વખત લોકો ચાલુ ટ્રેનમાં ચડવા જતી વેળાએ દુર્ઘટનાનો શિકાર બને છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે લોકો આવી ઉતાવળ કરીને ટ્રેનમાં ચડવાની કોશિશ ના કરે તે પણ જરૂરી બન્યું છે. આ પ્રકારની ઘટના લોકો માટે લાલબતી સમાન છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *