રાહુલ ગાંધીની સજા યથાવત, સુરત કોર્ટે આપ્યો મોટો ઝટકો

0
Big blow to Rahul Gandhi: No relief from Surat court in defamation case

Big blow to Rahul Gandhi: No relief from Surat court in defamation case

માનહાની કેસ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીએ કરેલી અરજી સુરત કોર્ટે ફગાવી છે.કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી સુરત કોર્ટે રદ્દ કરી.2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન મોદી અટક સામે કરેલી નિવેદન ને લઈ સુરતના ધારાસભ્ય એ તેમના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.જ્યાં સુરતની કોર્ટે તેમને દોશી ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી.રાહુલે કોર્ટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં આજરોજ સેશન્સ કોર્ટે રાહુલની અરજી ફગાવી દીધી હતી.

સુરતની સેશન કોર્ટમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલગાંધીએ કરેલી અરજીને ફગાવી દીધી છે. જેમાં તેણે ‘મોદી અટક અંગે માનહાનિના કેસમાં નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર સ્ટે માંગ્યો હતો. સેશન્સ કોર્ટના આ નિર્ણય સામે કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં જશે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

રાહુલનું સંસદ સભ્યપદ રદ્દ

સુરત કોર્ટમાં સજા સંભળાવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. વાસ્તવમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવે છે. આટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *