ગદર-2 ને બનાવતા કેમ લાગ્યા 22 વર્ષ : ડિરેક્ટર અનિલ શર્માએ આપ્યું આ મોટું કારણ
સની દેઓલની(Sunny Deol) ફિલ્મ ‘ગદર 2’ લાંબા સમયની રાહ બાદ રિલીઝ થશે. ‘ગદર 2‘ ગદરની પ્રથમ સિઝનના 22 વર્ષ બાદ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્દેશક અનિલ શર્માએ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે કે આ ફિલ્મને બનાવવામાં આટલો સમય કેમ લાગ્યો. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ‘ગદર 2’ને બનાવવામાં અને રિલીઝ કરવામાં આટલો સમય કેમ લાગ્યો.
50 વાર્તાઓ નકારી કાઢી
નિર્દેશક અનિલ શર્માએ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ગદર 2’ માટે તેમની પાસે ઘણી વાર્તાઓ આવી હતી પરંતુ આમાંથી કોઈ પણ વાર્તા પહેલી ‘ગદર’ સાથે મેચ થઈ શકી નથી. આ જ કારણ હતું કે તેણે ફિલ્મની લગભગ 50 વાર્તાઓને રિજેક્ટ કરી હતી. આ ફિલ્મનો પહેલો ભાગ ‘ગદર’ વર્ષ 2001માં રિલીઝ થયો હતો. જેમાં સની દેઓલ, અમીષા પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અમરીશ પુરી વિલનની ભૂમિકામાં હતા. ગદર 2 22 વર્ષ પછી રિલીઝ થવાની છે. જોકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે ચાહકો ગદર 2 થિયેટરોમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.