Hritik Roshan ની નવી ફિલ્મ “Fighter”નો First Look જુઓ

0
Watch the first look of Hritik Roshan's new film "Fighter".

Watch the first look of Hritik Roshan's new film "Fighter".

બોલિવૂડ એક્ટર રિતિક રોશનની(Hritik Roshan) ફિલ્મ ‘ફાઈટર’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં એક્ટર સ્ક્વોડ્રન લીડરના લૂકમાં જોવા મળી રહ્યો છે. તેના પોસ્ટરમાં રિતિક રોશન ફાઈટર પ્લેનને ટચ કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં એક્ટર રિતિક રોશન એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવશે. ‘ફાઈટર’ના ફર્સ્ટ લૂકની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

રિલીઝ તારીખ જાહેર

‘ફાઇટર’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરતાં બોલિવૂડ એક્ટર રિતિક રોશને કહ્યું કે તેની ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. ‘ફાઇટર’નો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ ચાહકોની ઉત્તેજના બમણી થઈ ગઈ છે અને લોકો કમેન્ટ્સ દ્વારા રીતિકને અલગ-અલગ સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “હું આની રાહ જોઈ શકતો નથી.” હૃતિકની પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, “તે મેવેરિક જેવો કેમ દેખાય છે?” ફિલ્મ ‘ફાઇટર’માં ફરી એકવાર રિતિક રોશનનું જોરદાર એક્શન જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *