સિદ્ધાર્થ અને કિયારાની પહેલી મુલાકાત ક્યારે થઇ હતી ? કેવું રહેશે તેમનું લગ્નજીવન ?
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બોલિવૂડ (Bollywood) અભિનેતા સિદ્ધાર્થ(Sid) મલ્હોત્રા અને કિયાર(Kiara) અડવાણી હવે એકબીજાના જીવનસાથી બનવા જઈ રહ્યા છે. 7 ફેબ્રુઆરીએ બંને સાત ફેરા લેશે અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. ઘણા સમયથી બંનેના લગ્નની અટકળો લગાવવામાં આવી રહી હતી જે હવે સાચી થવા જઈ રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બંનેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, હવે સેલિબ્રિટી ટેરો કાર્ડ રીડરે બંનેના ભાવિ જીવનની આગાહી કરી છે. ઈન્ડિયા ટુડેના એક સમાચાર મુજબ, દિવ્યા પંડિતે જણાવ્યું છે કે સિદ-કિયારાનું લગ્ન જીવન કેવું જશે.
કિયારા સિદ્ધાર્થ માટે લકી સાબિત થશે
દિવ્યા પંડિતે કહ્યું, “તે જે પણ કરે છે તેમાં તે તેજસ્વી છે. તેમના માટે કોઈ ડાઉન ટાઈમ નથી. કિયારા પણ એક અદ્ભુત વ્યક્તિ છે. તેણીને માતા અને પત્ની જેવી લાગણીઓ છે. દિવ્યા પંડિતે વધુમાં ઉમેર્યું, “બંને સામાન્ય માણસો જેવા છે. બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલશે. કિયારા સારી પત્ની બનશે. બે વર્ષમાં બંનેને સંતાન થશે. દિવ્યા વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિયારા સિદ્ધાર્થ માટે લકી રહેશે અને ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન હાઉસ હશે. દિવ્યા કહે છે કે સિદ્ધાર્થ બહુ વિચારે છે. તેણે અભિનેતાને ઓછું વિચારવાની સલાહ આપી છે. ઉપરાંત, તેમના મતે, આ સમય કિયારા માટે સારો બદલાવ રહેશે અને તેને સિદ્ધાર્થના પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે.
સિદ-કિયારાની લવ સ્ટોરી
જો આપણે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લવસ્ટોરીની વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવાયું છે કે બંનેની મુલાકાત ‘શેર શાહ’ના સેટ પર થઈ હતી. વર્ષ 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બંને એકસાથે જોવા મળ્યા હતા અને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ફિલ્મ પછી જ બંનેનો પ્રેમ શરૂ થયો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે અને હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.