WhatsApp યુઝર્સ માટે આવી રહ્યું છે ઉપયોગી ફીચર,

0

WhatsApp Video Messages Feature: WhatsApp પોતાના યુઝર્સના શ્રેષ્ઠ અનુભવ માટે એપમાં નવા ફીચર્સ ઉમેરે છે, તમને જણાવી દઈએ કે હવે કંપની પોતાના યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહી છે. Apple iPhone નો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓને ટૂંક સમયમાં એક નવું વિડિયો મેસેજ ફીચર મળશે, WhatsAppના આ આગામી ફીચરની મદદથી તમે તમારા કોન્ટેક્ટ્સને શોર્ટ વીડિયો મેસેજ મોકલી શકશો.

વોટ્સએપ ડેવલપમેન્ટ પર નજર રાખનારી સાઈટ WAbetainfoના રિપોર્ટ અનુસાર, WhatsAppમાં આવનાર નવા વીડિયો મેસેજ ફીચરની મદદથી યુઝર્સ 60 સેકન્ડ સુધીના વીડિયો બનાવી અને મોકલી શકશે. તમને જણાવી દઈએ કે ક્લાઉડ આધારિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પણ વીડિયો નોટ ફીચર યુઝર્સ માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે આ આવનારી WhatsApp ફીચર હાલમાં iOS એપ માટે વિકાસના તબક્કામાં છે. એવું માનવામાં આવે છે કે આ WhatsApp ફીચર બીટા યુઝર્સ માટે ટૂંક સમયમાં બીટા ટેસ્ટિંગ માટે બહાર પાડવામાં આવી શકે છે. બીટા ટેસ્ટિંગ પછી, યુઝર્સ માટે આ ફીચરનું સ્ટેબલ અપડેટ ક્યારે રોલઆઉટ કરવામાં આવશે, તે હજુ જાહેર કરવાનું બાકી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *