ગૃહ મંત્રીએ રેડ કાર્પેટ પર ચાલવા બાબતે શું આપ્યો જવાબ,જુઓ વિડિયો
“હું ધૂળમાં ચાલનારો માણસ છું”. આ શબ્દ છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના, આજરોજ તેઓ સુરતના સરસાણા ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2023ના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા જ્યાં હર્ષ સંઘવીએ રેડ કાર્પેટ પર ચાલવા વિશે કરેલી વાતે ત્યાં હાજર સૌ મંત્રી ,ધારાસભ્યો અને અધિકારીઓના દિલ જીતી લીધા હતા.
https://www.instagram.com/reel/CnGzSGchVuo/?igshid=YmMyMTA2M2Y=
આજથી સુરતમાં ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા સાત થી નવ જાન્યુઆરી સુધી આયોજિત આ એક્સ્પો 2023 નું ઉદ્ઘાટન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત માટે રેડ કાર્પેટ બિછાવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ સવારના સમયે ઉદઘાટન માટે પહોંચેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી , અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો સાથે ચાલી રહ્યા હતા તે દરમિયાન એક પત્રકાર દ્વારા તેમને રેડ કાર્પેટ પર ચાલવા માટે કહ્યું હતું ત્યારે ગૃહ મંત્રીએ હસતા મોઢે જવાબ આપતા કહ્યું કે
“હું રેડ કાર્પેટ પર નહીં ધૂળમાં ચાલનારો માણસ છું” મને ક્યાં રેડ કાર્પેટ પર ચલાવવાની આદત પાડો છે. તે દરમિયાન તેમની સાથે હાજર સૌ કોઈના ચહેરા પર સ્મિત ઊભરી આવ્યું હતું અને ફરી એકવાર હર્ષ સંઘવીનો સહજ સ્વભાવ લોકોની સામે આવ્યો છે
એક તરફ દેશમાં અનેક એવા નેતાઓ છે કે જે ખુરશી પર બેઠા પછી પાવર બતાવવા અને દાદાગીરીમા કરવામાં અનેકવાર વિવાદમાં આવતા હોય છે. ત્યારે અન્યું નેતાઓથી વિપરીત અને આજના યુથના લોકપ્રિય નેતા હર્ષ સંઘવીએ રેડ કાર્પેટ પર ચાલવા વિશે આપેલી પ્રતિક્રિયા એ તેમનું ગૃહમંત્રી હોવા છતાં નિરાભિમાન દર્શાવ્યું હતું . અને ફરીવાર તેમનો સહજ અને સરળ સ્વભાવ આ પ્રસંગે જોવા મળ્યો હતો.