ઓલપાડ ખાતે બેકાબુ બનેલી કાર બ્રીજની દીવાલ તોડી ખાડીમાં ખાબકી:અકસ્માતમાં એકનું મોત

0

અકસ્માતોની ઘટનામાં વધારો કરતી વધુ એક ઘટના ઓલપાડના મુળદ ગામ નજીક બનવા પામી છે. જ્યાં બેકાબુ બનેલી કાર બ્રિજ પરથી ખાડીમાં ખાટબી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ક્રેનની મદદથી ગાડી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં ગાડી હાંકનારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગાડીમાં સવાર અને એક મહિલાને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા 49 વર્ષીય ગીરીશભાઈ કાંતિલાલ રોનવેલીયા ગતરોજ પોતાની ફોરવીલ ગાડી નંબર gj 5 RK8113 માં સુરત થી ઓલપાડ આવી રહ્યા હતા. તેઓ પૂરપાટ સ્પીડે ગાડી હંકારતા હોઈ ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા મૂળદગામ થી સાયણ જતા રોડ ઉપર ગામમાં આવેલ ખાડી પુલની દિવાલ સાથે ગાડી ઠોકાઈ હતી. અને દિવાલ તોડીને ગાડી સીધી ખાડીમાં ખાબકી ગઈ હતી.

અકસ્માત ને પગલે ગામના લોકોને જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને આ અંગે તંત્રને જાણ કરતા પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાડીમાં ખાબકેલી કારને રેસ્ક્યુ કરી ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી હતી.બનાવમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *