ઓરિસ્સાથી સુરતમાં ગાંજાનું નેટવર્ક ચલાવતા વોન્ટેડ આરોપીની ધરપકડ: આરોપીને સુરત લાવતી પોલીસ પર થયો પથ્થરમારો

0

ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી સુરતમાં ગાંજાનો જત્થો સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી એવા પરીડા બંધુઓને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સા એસટીએફની મદદથી ઝડપી પાડયા હતા. જેઓને સુરત લાવતી વેળાએ લોકોના ટોળાએ આ આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ પર પત્થરમારો પણ કર્યો હતો. જોકે તેમ છતાં પોલીસની ટીમ સફળતાપૂર્વક બંને આરોપીઓને સુરત લઈ આવી હતી.

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસને બે વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળવતા મળી છે.ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી સુરત પોલીસે ગાંજાના જત્થાનો સુરત શહેર અને જિલ્લામાં સપ્લાય કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા અને ગુંડી વૃંદાવન પરીડાને ઝડપી પાડી સુરત લઈ આવી છે.આ આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટીમ બનાવી હતી અને આ ટીમ ગંજામ ઓરિસ્સા ખાતે ગઈ હતી.જ્યા આ આરોપીઓ ખુબ જ રીઢા અને તે વિસ્તારમાં તેઓની લોકો ઉપર પકડ હોય આરોપીઓને પકડવા માટે સુરત પોલીસે ભુવનેશ્વર એસટીએફ, છત્રપુર એસડીપી,ગંજામ એસ.પી.,ઓ તથા સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. અને ૨૨ જાન્યુઆરીના મોડી રાતે ૧ વાગ્યાના અરસામાં રેઇડ કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપીને ઝડપી પાડ્યા બાદ સુરત પોલીસ તેઓને ત્યાંથી લઈને નીકળે તે પહેલા જ લોકોના ટોળાનો આરોપીઓને છોડાવવા માટે પોલીસની ટીમ ઉપર પઠ્ઠરમારો કેતો હતો જો કે તેમ છતાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ તથા લોકલ પોલીસ અને એસટીએફની ટીમ દ્વારા આરોપીઓને ત્યાંથી લાવવામાં સફળ રહી હતી

ઝડપાયેલો આ આરોપી ગુહાહિત ઇતિહાસ ધરાવે છે.બંને પૈકી ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરીડા સામે ૫૧.૧૭૦ કિલોગ્રામ ગાંજા મામલે પુણા પોલીસ મથકમાં , ૪૯.૨૫૦ ગ્રામ ગાંજા બાબતે કતારગામ પોલીસ મથકે તેમજ ઓલપાડમાં ઝડપાયેલા ૬૦૦ કિલોથી વધુના ગાંજાના કેસમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. આ સાથે આરોપી વિરુદ્ધ એસટીએફ ભુવનેશ્વરમા પણ ૧ હજાર કી.ગ્રા. ગાંજાનો ગંજામ ખાતે નોંધાયેલો છે.આ ઉપરાંત ભૂતકાળમાં સુરતમાં કતારગામ અને ડીસીબી પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૯માં પ્રીહીબીશનના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.જયારે અન્ય આરોપી ગુંડી પરીડા પુણા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હતો.

ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશ્નર દ્વારાથી 2009-10થી વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સરકારના હુકમ દ્વારા ૨૦ હજાર તથા ૧૦ હજારનું ઇનામની ઘોષિત કર્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *