સુરતની એક શાળાનો એન્યુઅલ ફંકશન ગીતાના અધ્યાય સાથે શરૂ કરાયો:શિક્ષણમંત્રી અને રાજ્યશિક્ષણમંત્રીએ કર્યા વખાણ

0

શિક્ષણમંત્રી અને રાજ્યશિક્ષણમંત્રીએ શાળાની શિક્ષણનીતિના ભરપેટ વખાણ કર્યા

વી.એન.ગોઘાણી સ્કૂલના એન્યુઅલ ફંકશન ગીતાના અધ્યાય બોલી ખુલ્લું મૂકાયું, વાલીઓએ ડાન્સ પર્ફોર્મન્સ કરી 5 હજાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું

સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી શકાય તે શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી એન ગોધાણી ઈંગ્લિશ સ્કૂલ વાર્ષિક ઉત્સવનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. 

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી એન ગોધાણી ઈંગ્લિશ સ્કૂલ વાર્ષિક ઉત્સવ(એન્યુઅલ ડે)નું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે એન્યુઅલ ડેમાં અલગ અલગ પ્રયોગો કરવામાં આવતાં હોય છે. ત્યારે આ વખતે ગીતાના અધ્યાય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓએ પણ ડાન્સ પર્ફોર્મન્સ આપીને હાજર શિક્ષણમંત્રી, શિક્ષકો, વાલીઓ સહિતના 5 હજારથી વધુ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું.સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ વી.એન.ગોધાણી શાળામાં વર્ષોથી નવી શિક્ષણ નીતિ પ્રમાણે જ ધાર્મિક અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાની નીતિના ભરપેટ વખાણ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં વિવિધ રંગબેરંગી પોષાક, શૃંગાર અને પ્રોપ્સ લાઈટિંગ દ્વારા ડાન્સ કરી પ્રેક્ષકોના રૂપમાં પધારેલા તમામ વાલીઓમાં ઉત્સાહ સાથે એનર્જી જણાઈ આવતી હતી. આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પરંતુ, સાથે સાથે વાલીઓ દ્વારા પણ કૃતિઓ પ્રસ્તુત કરીને પ્રોગ્રામને સ્કૂલ અને પેરેન્ટ્સના સમન્વયનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલી અને મહેમાન ઉપસ્થિત રહ્યા હતા.માન. શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબ અને રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જ્યારે પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો ત્યારે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ મળીને 5000ની માનવ મેદનીએ ગીતાના અધ્યાયનું પઠન કર્યું ત્યારે જુદા પ્રકારના વાઈબ્રેશનનો અહેસાસ થયો હતો.

માન. શિક્ષણ મંત્રી  ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબે એમના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે, આપણો ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે જેના મૂળમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધર્મગ્રંથોનું જ યોગદાન છે. જે અત્યારે હવે લાગુ થવા જઈ રહી છે. પરંતુ આ પ્રકારનું શિક્ષણ અહિં વર્ષોથી અપાતું હોવાનું જાણીને અને માણીને ખૂબ આનંદ થયો છે.

રાજ્ય શિક્ષણમંત્રી  પ્રફુલભાઇ પાનશેરિયાએ પોતાની શૈલીમાં વાત કરતાં કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ આપણી શ્રીમદ ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવા તરફ આગળ વધી રહી છે. ત્યારે પૂજય ગોવિંદકાકાએ તો તેની શરૂઆત વર્ષોથી કરી છે. આ ગોધાણી સ્કૂલએ આધ્યાત્મિક સાથે વ્યવહારુ જ્ઞાન આપવાનું કેન્દ્ર બની રહી છે

શાળાનાં ટ્રસ્ટી અને ચેરમેન ગોવિંદકાકાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરીને સૌ આમંત્રિત મોઘેંરા મહેમાનોને આવકારીને ગોધાણી સ્કૂલના સિંધ્ધાંતોની વાત કરી હતી અને કહ્યું હતું કે, આપણી આ સ્કૂલ એ માણસ બનાવવાનું કારખાનું છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષામાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ૨૫ હજાર રૂપિયાનો ચેક આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ નોંધનીય બાબત તો એ હતી કે, સ્કૂલનાં વાલીઓ જે તે કળામાં નિપુણ હતાં તેઓ પણ સ્કૂલમાં રેગ્યુલર સમયે આવીને વિદ્યાર્થીઓના કલાસ લઈ રહ્યા છે અને પોતાની સ્કીલ શીખવી રહ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.સી.પી. ઝોન-3 નાં  પિનાકીનભાઈ પરમાર સાહેબ, ધર્મનદાન ડાયમંડના શ્લલજીભાઈ પટેલ, ગ્લો સ્ટારના કેશુભાઈ ગોટી, SRK ના એમડી  જયંતિભાઈ નારોલા,  દિનેશભાઇ નારોલા, શ્વાનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતની નામાંકિત સ્કૂલોના આચાર્યશ્રીઓ પણ ખાસ હજાર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

સ્કૂલ દ્વારા કરવામાં આવતી વિશેષ પ્રવૃતિઓ

– દર મહિનાના છેલ્લા અઠવાડિયે સ્કૂલમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે-તે મહિનામાં જે વિદ્યાર્થીઓ આ યજ્ઞમાં બેસે છે, જેથી સંસ્કૃતિની સમજ બાળકોમાં કેળવાય

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *