સીટી બસના ચાલકનો મુસાફરો સાથે દાદાગીરી કરતો વિડીયો વાયરલ

Video of city bus driver bullying passengers goes viral

Video of city bus driver bullying passengers goes viral

સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ (City Bus) અવારનવાર કોઈને કોઈ વાદ વિવાદમાં સંડોવાયેલી રહે છે. ડ્રાઇવરો અને કંડકટરના કારણે અનેક વાર મુસાફરો સાથે અથવા તો રાહદારીઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ અસંખ્ય વાર ઉઠવા પામી છે ત્યારે ફરી એકવાર શહેરના વેસુ વિસ્તારમાં સીટી બસનો ડ્રાઇવર રાહદારીને એલ ફેલ ગાળો આપતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે પાલિકાના અધિકારીઓ દ્વારા હાલ તો બસ ચાલકને નોટિસ ફટકારવામાં આવી છે.

સુરત શહેરની જનતા ઓછા ખર્ચમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જય શકે અને લોકો સરળતા અને સુરક્ષિત અવરજવર કરી શકે તે માટે પાલિકા દ્વારા શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ દોડાવવામાં આવી રહી છે. પરંતુ અનેકવાર ડ્રાઇવરો અને કંડકટરની દાદાગીરીને કારણે બસમાં મુસાફરો સાથે અથવા તો રસ્તા પર રાહદારીઓ સાથે ગેર વર્તણુક કરવામાં આવતી હોવાની સંખ્યાબંધ ફરિયાદો ઉઠવા પામી છે. જોકે ગતરોજ ફરી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેમાં વેસુ વિસ્તારમાં સિટી બસ ડેપોના ગેટ પાસે એક બસ ચાલકે રાહદારીને અપશબ્દો અને ગાળો ભાંડી હતી. રાહદારીએ બસ ચાલકને બસ ધીમે હંકાવવાનું કહેતા જ બસના ચાલકે રસ્તાની સાઈડમાં ગાડી ઉભી રાખી ને એલ ફેલ ગાળો ભાંડી હતી. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો સુરત મહાનગરપાલિકાના સીટી લીંક ના અધિકારીઓ સુધી પહોંચતા તેઓએ બસ ચાલક ભરત પારધીને નોટિસ ફટકારી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Please follow and like us: