બાળકી પર બળાત્કાર કેસમાં 3 મહિના 11 દિવસમાં જ ચુકાદો : આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
સુરત શહેરના વેસુ(Vesu) વિસ્તારમાં આવેલા વીર નર્મદ યુનિવર્સિટી રોડ પર અણુવ્રત દ્વારા ઓવર બ્રિજ નીચે પરીવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીનું ડમ્પરચાલકે અપહરણ કર્યું હેટ બાદમાં વીઆઇપી રોડ પર ગેઇલ કોલોની ચાર રસ્તા પાસે લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપી ડમ્પરચાલકને કસૂરવાર ઠેરવી આજીવન કેદ એટલે કે તેના બાકી રહેલા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે ગઈ તા. 1/11/22ના રોજ વીર નર્મદ યુનિવર્સિટી રોડ પર ઓવર બ્રિજ નીચે બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ પર સૂતો હતો. દરમિયાન રાત્રિના દોઢ બે વાગ્યાના સમયગાળા દરમિયાન ત્યાં ડમ્પરનો ચાલક 25 વર્ષીય શુભદીપ બાલકીશુન રાય આટાફર્યા મારતો હતો, બાદમાં બાળકીને ખંભા પર ઊચકી તેનું અપહરણ કરી જતો હતો દરમિયાન બાજુમાં સૂઈ રહેલી પડીતની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ હતી.
તેણે તેની નાની બહેનને કોઈ ઉપાડી જતા જોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને માતાપિતાને જગાડ્યા હતાં. મજૂર-શ્રમિક દંપતીએ પોતાની માસૂમ બાળકીને બચાવવા રોડ પર દોડાદોડી કરી હતી. માસૂમ દીકરીને ઉપાડી લઈ જનારનો દોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ તેની સુધી પહોંચાય એ પહેલાં જનરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો. નરાધમ બાળકીને ઉપાડી મગદલ્લા નજીકની ગેઇલ કોલોની ચાર રસ્તા પાસે ખુલ્લી અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે નરાધમે ડમ્પરમાં દુષ્કર્મ આચર્યું હતું.
અપહરણના બનાવ દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ હતી. પીસીઆરમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન પટેલે શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં કરાતાંની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી એ મુજબ અને એ દિશામાં પોલીસે માસૂમ બાળકીને શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મહિલા કોન્સ્ટેબલની કામગીરીને કારણે નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્રણ મહિના અને 11 દિવસમાં જ ચુકાદો
બાળકી પર બળાત્કાર ગુજારનાર 25 વર્ષીય વેસુ વિસ્તારમાં બે વર્ષની બાળકીનું અપહરણ ડમ્પર ચાલકને પોકસો એક્ટના કેસ માટે વિશેષ અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે માત્ર ત્રણ મહિના અને 11 દિવસમાં સુનાવણી પૂરી કરી અને દોષિતને તેના અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી હતી.