સુરત જિલ્લામાં તા.5 અને 6 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

0

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તા.૦૫ અને ૬ માર્ચ એમ ર દિવસના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે.

સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતા અટકાવવું. જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો. એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતોએ અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા. શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી.માં ખેતપેદાશોને વેચાણ અર્થે લઇ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી. ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહિ તેવી કાળજી રાખવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *