વેસ્ટ ઇન્ડિઝના બે દિગ્ગ્જના નામે છે WCમાં સૌથી વધારે રનની ભાગીદારીનો રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝના(West Indies) વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને માર્લોન સેમ્યુઅલ્સે 2015 ODI વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે તેમની બેટિંગ સાથે રેકોર્ડ ભાગીદારી કરી હતી અને ટીમને જીત તરફ લઈ જવામાં સફળ રહ્યા હતા. આ બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 372 રન જોડ્યા હતા, જે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી છે.
ગાંગુલી-દ્રવિડનો રેકોર્ડ તોડ્યો-
આ સમયગાળા દરમિયાન ગેલ અને સેમ્યુઅલ્સે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલી અને દ્રવિડે 1999માં શ્રીલંકા સામે બીજી વિકેટ માટે 318 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેમનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની આ જોડીએ તોડી નાખ્યો હતો.
ગેલ-સેમ્યુઅલ્સ સમગ્ર 50 ઓવર સુધી ટકી શક્યા હતા.
પૂલ-બીની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઓવરમાં જ ઓપનિંગ બેટ્સમેન ડ્વેન સ્મિથની વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ગેઈલ અને સેમ્યુઅલ્સે ઝિમ્બાબ્વેના બોલરોને વિકેટ માટે તલપાપડ કરી દીધા હતા. આ બંને બેટ્સમેનો અંત સુધી રહ્યા અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા અને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગયા.
ગેલે બેવડી સદી ફટકારી હતી તો સેમ્યુઅલ્સે 133 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગેલે પોતાની ઇનિંગમાં 16 સિક્સર ફટકારી હતી અને તે ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.