બેંકનું કામ હોઈ તો આજે ઝડપથી પૂર્ણ કરો,કાલે બેંકમાં રહશે હડતાળ 

0

જો તમારી પાસે આ અઠવાડિયે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો. જો તમે આવુ નહી કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શનિવારે દેશવ્યાપી બેંક હડતાળ છે અને આ દરમિયાન તમામ બેંકોમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને પોતાની માંગણીઓ માટે આ હડતાળ બોલાવી છે.

AIBEAએ 19મી નવેમ્બરે હડતાળની જાહેરાત કરી છે અને ત્રીજા શનિવારે બેંકમાં રજા નથી. બેંક ઓફ બરોડા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસોસિએશનના જનરલ સેક્રેટરીએ હડતાળને લઈને ઈન્ડિયન બેંક એસોસિએશનને નોટિસ મોકલી છે. તેમના મતે શનિવારે બેંક હડતાળનો પ્રસ્તાવ છે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.

બેંક હડતાલ બોલાવવાના કારણો વિશે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ અને બેંક કર્મચારીઓની સુરક્ષા સામે વિરોધ દર્શાવ્યો હતો. આ બે દિવસોમાં તમારી બેંકો સાથે સંબંધિત બાબતોનું સમાધાન કરવું પણ જરૂરી છે. કારણ કે શનિવાર બાદ રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. એટલે કે બે દિવસ બેંકમાં કામ કરી શકાશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *