Surat: પતિના રોજે રોજના ત્રાસથી કંટાળી પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાંખી હત્યા

0

સુરત  ડીંડોલી વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. યુવકની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની જ નીકળી છે. જેણે અને અનૈતિક સંબંધની આડમાં પોતાના પતિની હત્યા કરી અને ત્યારબાદ પ્રેમી અને તેના પિતરાઈ ભાઈ સાથે મળી લાશને ઠેકાણે લગાવી હતી હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરે છે.

શનિવારના રોજ ડીંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચેથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. રેલવે ટ્રેક ઉપર યુવાનની લાશ જોતા ત્યાંથી પસાર થતી ટ્રેનના ડ્રાઈવર એ ટ્રેન અટકાવી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી ઘટનાને પગલે ડીંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં આ યુવકને ગળે ટૂંકો આપી માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. જોકે મૃતદેહ પાસેથી કોઈપણ પુરાવા ન મળતા પોલીસે મૃતકની ઓળખ કરવાની દિશાથી કામગીરી શરૂ કરી હતી. અને સોશિયલ મીડિયામાં મૃતકના ફોટા તથા પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન મૃતક 27 વર્ષ વિનોદ રવિન્દ્ર બેલદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.મૃતકની ઓળખ થતાં પોલીસ ડીંડોલી સ્થિત તેના ઘર સુધી પહોંચી હતી જ્યાં મૃતકની પત્ની પુનમ પર પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની કડક પૂછપરછમાં પૂનમ ભાંગી પડી હતી અને તેના પતિની હત્યા તેણે જ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પૂનમની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેના પતિ વિનોદ સાથે તે છ મહિના પહેલા મહારાષ્ટ્ર થી સુરત રહેવા આવ્યા હતા. અને ડીંડોલીમાં ભાડે મકાન રાખી તેવો રહેતા હતા. તે દરમિયાન તેના પતિના મિત્ર રાહુલ શંકર કોળી નામના રીક્ષા ચાલક સાથે પૂનમને અનૈતિક સંબંધ બંધાયા હતા. પતિના મિત્ર હોવાથી રાહુલ અવારનવાર તેમના ઘરે પણ આવતો હતો. તેથી તારીખ 16 ડિસેમ્બરના રાત્રે પણ રાહુલ અને તેની માસી નો દીકરો સાગર બંને તેમના ઘરે આવ્યા હતા તે દરમિયાન વિનોદે તેની પત્ની પૂનમને ગંદી ગાળો આપી મારઝુડ કરી હતી. જેથી રાહુલ કોળી અને સાગરે મળી વિનોદને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. અને હત્યા કર્યા બાદ રાત્રિના બે વાગ્યે ત્રણેય મળી ડેડબોડીને રિક્ષામાં લઈ જઈ ડીંડોલી થી પાંડેસરા તરફ જતા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ઉપરથી બોડીને રેલ્વે લાઈન ઉપર ફેંકી દીધી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓની ગણતરીના કલાકમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *