ત્રણ ભૂકંપ અને આંખના પલકારામાં જતો રહ્યો 4 હજાર લોકોનો જીવ
સોમવારે તુર્કી (Turkey) અને પડોશી સીરિયામાં શ્રેણીબદ્ધ શક્તિશાળી ભૂકંપ (Turkey Earthquake)ના કારણે અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે ઈમારતોને ભારે નુકસાન થયું છે. બચાવકર્તા અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. સૂર્યોદય પહેલા બંને દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઠંડી અને વરસાદ છતાં લોકોએ બહાર નીકળવું પડ્યું હતું. ભૂકંપ બાદ હજુ પણ આંચકા અનુભવાઈ રહ્યા છે.
જુદા જુદા શહેરોમાં, બચાવ કાર્યકર્તાઓ અને રહેવાસીઓ તૂટી પડેલી ઇમારતોમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. તુર્કીની એક હોસ્પિટલ અને ભૂકંપમાં નાશ પામેલી સીરિયાની અનેક હોસ્પિટલોમાંથી નવજાત શિશુ સહિતના દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા હતા. આ દુર્ઘટના અંગે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિન એર્દોઆને કહ્યું કે ભૂકંપના વિસ્તારમાં અનેક ઈમારતોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. હજી ખબર નથી કે મૃતકો અને ઘાયલોની સંખ્યા કેટલી વધશે.