મિલકત વેરામાં ૧૦૦ ટકા વ્યાજ મુક્તિ યોજનાનો લાભ ઉઠાવતા હજારો સુરતીઓઃપાલિકાને ૧.૧૪ કરોડનીઆવક
મિલકતવેરાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા પાલિકાએ યોજના બનાવી હતી
પહેલાજ દિવસે ૧૦૫૯ મિલકત ધારકોએ ઓનલાઈન વેરો ભરીને વ્યાજમુક્તિનો લાભ લીધો,
પ્રોપર્ટી ટેક્ષનો લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સુરત મનપાએ રહેણાંક મિલકતોને ૧૦૦ ટકા વ્યાજ મુક્તી અને કોર્મશીયલ મિલકતોને ૫૦ ટકા વ્યાજ માંથી મુક્તી આપવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે. આજે સોમવારે કુલ ૧૦૫૯ મિલકતદારોએ ઓનલાઇન વેરો ભરપાઇ કરીને વ્યાજ મુક્તી યોજનાનો લાભ લીધો છે. જેમા કોમર્શીયલ ૨૪૧ અને રહેણાક ૮૧૮ મિલકતોનો સમાવેશ થાય છે. ઉક્ત મિલકતદારોએ કુલ ૧.૧૪ કરોડ વેરો ભરપાઇ કર્યો હતો. જેની સામે મનપા દ્વારા વ્યાજ પેટે ૨૮.૯૫ લાખ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં વેરો ભરનાર કરદાતાઓ આ યોજનાનો લાભ લઇ શકશે.
પ્રોપર્ટી ટેક્ષનો લક્ષ્યાંક પાર પાડવા સુરત મનપાએ કમરકસી છે. મિલક્ત વેરાની આવક વધુમાં વધુ થાય તે માટે વર્ષ ૨૦૨૧-૨૨નોબાકી નિકળતો વેરો ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી ભરનાર કરદાતાને વ્યાજમાંથી મુક્તી આપવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ગત શનિવારથી ઉક્ત યોજના અંતર્ગત મનપાના તમામ ઝોનમાં ઓનલાઇન વેરો વસુલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જોકે શનિવારે શિવરાત્રીની જાહે૨૨જા હોય કોઇ ખાસ પ્રતિસાદ મનપાને સાંપડયો નહોત. પરંતુ સોમવારે કુલ ૧૦૫૯ જેટલા કરદાતાઓએ ઓનલાઇન વેરો ભરપાઇ કરીને વ્યાજમુક્તી યોજનાનો લાભ લીધો હતો.
રહેણાક મિલકતોને ૧૦૦ ટકા વ્યાજ માંથી મુકતી આપવાની હોય કુલ ૮૧૮ જેટલી રહેણાક મિલકતોએ રૂપિયા ૫૦.૦૫ લાખથી વધુ બાકી નિકળતો વેરો ભરપાઇ કર્યો હતો. જેની સામે મનપાએ ૨૧.૩૧ લાખ રૂપિયા વ્યાજે પેટેના માફ કર્યા હતા. જયારે કોમર્શીયલ મિલકતોને ૫૦ ટકા વ્યાજ માંથી મુક્તી આપવાની હોય આજે કુલ ૨૪૧ કોર્મશીયલ મિલકતોએ ૬૩.૯૯ લાખ રૂપિયા વેરો ભરપાઇ કરતા મનપાએ વ્યાજના ૭.૬૩ લાખ રૂપિયા માફ કર્યા હતા. વ્યાજ માફી યોજના અતંર્ગત સુરત મનપાએ ગત વર્ષે ૨૮ કરોડ રૂપિયા લોકોના માફ કર્યા હતા.