અશ્લીલ વિડિયો જોવા બાબતે ઝગડો કરતી પત્નીને પતિએ સળગાવી, પરિણીતાનું મોત

0

દસ મહિના પહેલા થયેલ લગ્નનો કરુણ અંત: પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ,પત્નીનું મોત, પતી જેલના સળિયા પાછળ

સુરતમાં વધુ એક હચમચાવનારી ઘટના સામે આવી છે જ્યાં પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો જીવલેણ બન્યો છે. શહેરના કતારગામ વિસ્તારની સોસાયટીમાં રહેતી પરિણીતા પર તેના જ પતિએ ઘરકંકાશથી કંટાળીને જ્વલનશીલ પદાર્થ છાંટીને તેની સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સોસાયટીના રહીશો ભેગા થઈ જતા પરણીતાને તેનો પતિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યો હતો જોકે ટૂંકી સારવાર દરમિયાન પરણિતાનું મોત નીપજ્યું હતું. જે ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી પતિની ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારનની ધ્રુવ તારક સોસાયટીમાં રહેતી કાજલબેન કિશોરભાઇ પટેલને ગત રોજ સાંજના સમયે સમિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી.જ્યાં તે શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે હોસ્પિટલ પહોંચી પરિણીતાની ફરિયાદ લીધી હતી.

પરણિતા એ પોતાના પતિ વિરુધ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે દસ મહિના અગાઉ તેના લગ્ન સિરાગ જેમ્સ હીરાના કારખાનામાં કામ કરતા કિશોર પટેલ સાથે હતા.જો કે અવારનવાર પતિ સાથે ઘર કંકાસ રહેતો હતો.જેથી તે પિયર જવા ઈચ્છતી હતી. પરંતુ પરણિતાના માતા પિતાએ તેને સમજાવી ત્યાજ રેહવા જણાવ્યું હતું.ત્યારે ગઈ કાલ તા.૧૯/૦૨/૨૦૨૩ ના સાંજના આશરે પાચેક વાગે તેઓ બંને વચ્ચે રસોઈ બાબતે તકરાર થઈ હતી. અને ત્યારબાદ બંને વચ્ચે શરીર સંબંધ બાંધવા બાબતે પણ બોલાચાલી થઈ હતી.તેમજ પતિ અશ્લીલ વીડિયો જોતો હોય પત્નીએ તેને આ વિડીયો જોતા રોક્યો હતો જેને કારણે તેઓ વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી. આ દરમિયાન બીજા દિવસે સવારે કાજલને છાતીમાં દુખાવો ઉપાડતા તેણે પોતાના પતિને દવાખાને લઈ જવાની વાત કરી હતી ત્યારે તેના પતિએ તું મને નથી ગમતી , પાંચ લાખ રૂપિયા આપીશ તું તારા માતા પિતાને ત્યાં જતી રે તેમ કહી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી જઈ બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી છાંટી આંગ ચાપી દીધી હતી. અને બાદમાં તેણીએ બૂમો પાડતા પડોશીઓ દોડી આવ્યા હતા અને કિશોર તેને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ કરાયેલ કાજલનું આજરોજ સારવાર દરમિયાન સવારના સમયે મોત નીપજ્યું છે. ત્યારે બીજી તરફ આ ઘટનામાં પોલીસે કાજલના પતિ કિશોર સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *