Surat : 12 અને 13 જાન્યુઆરીએ કતારગામ ઝોનમાં રહેશે પાણી કાપ
સુરત(Surat ) શહેરમાં મેટ્રો રેલનું કામ તેમજ ભૂગર્ભ પાણીની (Water )પાઇપલાઇન નેટવર્કને અપગ્રેડ (Upgrade )કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં તબક્કાવાર પાણી કાપની ફરજ પડી છે.
12 અને 13 જાન્યુઆરીએ કતારગામ ઝોનમાં પાણી કાપ
આ કામગીરી અંતર્ગત આગામી ગુરુવાર અને શુક્રવાર 12 અને 13 જાન્યુઆરી 2023ના રોજ સુરત શહેરના કતારગામ ઝોનમાં પાણી કાપ કરવામાં આવશે. સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોને પાણી ભરવા માટે અપીલ કરવામાં આવી છે. આ પાણી કાપથી 10,000થી વધુ લોકોને અસર થશે તેવો અંદાજ છે.
વરિયાવ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં કામના કારણે પાણી કાપ
સુરત શહેરની વસ્તી અને વિસ્તારોની સાથે પાણી પુરવઠા નેટવર્કને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત વરિયાવ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાં પણ વોટર આઉટ કામગીરી અપગ્રેડ કરવામાં આવશે. નવા કતારગામ ઝોન વિસ્તારમાં 12 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીના રોજ આ કામગીરી કરવામાં આવનાર હોવાથી.
આ વિસ્તાર પાણી પુરવઠાથી પ્રભાવિત થશે
છાપરાભાઠા બાપાસીતારામ ચોકથી વાય જંકશન વ્હાઇટ સોલિટેરની બંને બાજુની કોલોની, હોમ બિલ્ડીંગ બોર્ડ કોલોની, કાઠીયાવાડી ટેકરીઓ, બાપાસીતારામ ચોકથી વાત્સલ્ય વિલા, પટેલ પાર્ક સોસાયટી, પંચશીલનગર, મણિપુરુષોત્તમ નગર સોસાયટી સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો આપવામાં આવશે નહીં.
14મી જાન્યુઆરીથી આ વિસ્તારમાં પહેલાની જેમ જ પાણી પુરવઠો કરવામાં આવશે.
બે દિવસથી પાણી કાપ રહેવાનો છે ત્યારે ઉપરોક્ત વિસ્તારમાં રહેતા લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા પાલિકા તંત્રએ અપીલ કરી છે. આ પાણી કાપથી 10 હજારથી વધુ પરિવારોને અસર થશે. 14મી જાન્યુઆરીથી આ વિસ્તારમાં પહેલાની જેમ જ પાણી પુરવઠો કરવામાં આવશે.