लिफ्ट तो पुरानी हो गई हे बार बार बंध होती रहती हे : સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટનું નિવેદન
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમા ઘેરાઈ છે. ફરી એક વખત દર્દીઓની સેફ્ટી અને હોસ્પીટલની મેન્ટેનન્સની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. કારણ કે સુરત આવી સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ થઈ જતાં હેરાનગતિ ભોગવવાનો વારો દર્દી અને તેના પરિવારજનોને આવ્યો છે। પરંતુ બીજી તરફ સિવિલ સુપ્રીટેન્ડ આ મુદ્દે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે કોઈપણ દર્દીને તકલીફ નથી પડી અને જો એવું કંઈ થયું હશે તો તેની તપાસ કરાવીશું.
સોમવારના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બોર્ડ એફ ,ઓર્થોપેડિક વિભાગની લિફ્ટ અચાનક બંધ થઈ જવા પામી હતી. જેને કારણે સવારના સમયે દર્દી તેમજ તેમના પરિવારજનોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ લિફ્ટ બંધ થયા ની જાણ તંત્રને કરવામાં આવતા એન્જિનિયર ને બોલાવી લિફ્ટની રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. અને ત્રણ કલાકની જેમ જ બાદ સાત વાગ્યે લિફ્ટ ફરી કાર્યરત થઈ હતી. જોકે લિફ્ટ બંધ થઈ જવાને કારણે કલાકો સુધી દર્દીઓ અટવાયા હતા.
આં અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવરકરે જણાવ્યું હતું કે વહેલી સવારે સાડા ચાર વાગે લિફ્ટ બંધ થઈ હોવાની જાણ થતાં પી આઇ યું થી એન્જિનિયર બોલાવી તેનું રીપેરીંગ કામ કરી લિફ્ટ ફરી શરૂ કરવામાં આવી છે. અંગે તેમણે તંત્રનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે લિફ્ટ બંધ થવાની ઘટના સવારના 4:30 વાગે બની હતી જે સમયે વધારે કોઈની અવરજવર હોતી નથી. અને તેથી લિફ્ટ બંધ થવાને કારણે કોઈપણ દર્દીને તકલીફ પડી નથી. અને જો કોઈ તકલીફ પડી હશે તો તેની તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત તેમણે લિફ્ટ બંધ થવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે લિફ્ટ મિકેનિકલ વસ્તુ છે અને જૂની થઈ ગઈ છે માટે તે વારંવાર બંધ થાય છે.
સુરત સિવિલ સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવરકરના આ નિવેદન બાદ એક વાત તો સ્પષ્ટ છે કે સુરત સિવિલની લિફ્ટ ખૂબ જ જૂની થઈ ગઈ છે જેથી તે વારંવાર બંધ પડે છે. ત્યારે તંત્ર લિફ્ટના મેન્ટેનન્સ માટે કોની રાહ જોઈ રહી છે તે પણ એક સવાલ ઊભો થયો છે?