Entertainment:’Mirzapur Season 3’નું પોસ્ટર સામે આવ્યું, ગુડ્ડુ ભૈયાએ શેર કરી
OTT પ્લેટફોર્મની લોકપ્રિય વેબ સિરીઝ ‘Mirzapur’નો દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. આ પછી સીરિઝની બીજી સીઝનને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે આ સિરીઝને ગમતા દર્શકો હવે ‘Mirzapur Season 3”ના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે હાલમાં જ અલી ફઝલે પોતાના ઈન્સ્ટા પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં એક વ્યક્તિ બ્લેક હૂડી પહેરેલો જોવા મળી રહ્યો છે, જેના પર વેબ સિરીઝના તમામ મુખ્ય પાત્રોના નામ પણ લખેલા છે. શેર કરેલા પોસ્ટરની નીચે ‘કમિંગ સૂન’ સાથે ‘મિર્ઝાપુર 3’ પણ લખેલું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પોસ્ટરને શેર કરતી વખતે અલી ફઝલે લખ્યું, ‘ફેન આર્ટ’. આનાથી સ્પષ્ટ થાય છે કે આ પોસ્ટર સીરિઝના એક ફેન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સિવાય આ પોસ્ટરને લઈને મેકર્સ અને એક્ટર્સ તરફથી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આવ્યું નથી.
‘મિર્ઝાપુર 3’ આવતા વર્ષે રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે ‘મિર્ઝાપુર 3’ની રિલીઝ ડેટ માટે દર્શકોએ થોડી રાહ જોવી પડશે. જો રિપોર્ટ્સનું માનીએ તો સીઝન 3નું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે સમાપ્ત થશે, પરંતુ મેકર્સે આવતા વર્ષે સીઝન 3 રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, ‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝન કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.