નથી અટકી રહ્યો છટણીનો તબક્કો : હવે એમેઝોને 100 જેટલા કર્મચારીઓને છુટા કર્યા
એમેઝોનમાં(Amazon) છટણીનો તબક્કો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કંપનીએ ખર્ચમાં(Expenditure) ઘટાડો કરતા વીડિયો ગેમિંગ વિભાગના લગભગ 100 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. લેટેસ્ટ નિર્ણયથી સાન ડિએગો સ્ટુડિયો, પ્રાઇમ ગેમિંગ અને ગેમ ગ્રોથમાં કામ કરતા લોકો માટે ફટકો રૂપે આવ્યો છે. અમેરિકન કંપની આ પહેલા પણ હજારો લોકોને નોકરીમાંથી કાઢી ચૂકી છે. હવે ગેમિંગ ડિવિઝનમાં કામ કરતા લોકોને પણ છટણીની પીડા સહન કરવી પડશે.