સડકથી સરહદ સુધીના સંઘર્ષની સફળ કહાની:ગુજરાતમાંથી એક માત્ર સુરતના યુવકની એનડીએમાં પસંદગી
દુનિયામાં કોઈ પણ કામ અસંભવ નથી, વાત ફક્ત એટલી છે કે કામ જેટલું મુશ્કેલ હશે મેહનત પણ એટલી જ હશે.અને બસ આ વાત સાથે સુરતના એક યુવકે પોતાના સંઘર્ષથી સેનામાં જવાના સપનાને સાકાર કર્યું છે.સૂરતન ડિંડોલી એક એવો વિસ્તાર છે, કે જ્યાં વસતા યુવાઓ ખુબજ મોટા પ્રમાણમાં સેનામા જવાની ઇચ્છા ધરાવે છે. સામાન્ય મધ્યમ વર્ગી અને ગરીબ કુટુંબના આ બાળકો સેનામાં જવાનું સ્વપ્ન સાકાર કરવા ‘સડક સે સરહદ તક ગ્રુપ’ના નેજા હેઠળ ટાંચા સાધનો સાથે રોડ પર જ આકરી શારીરિક તાલિમ મેળવી રહ્યા છે.ત્યારે આ ગ્રુપ ના સરહદ સુધી જવા માટે રસ્તા પર સંઘર્ષ કરતા યુવાનો માંથી એક યુવાને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પસંદગી પામ્યો છે.
દેવેન્દ્ર પાટીલ મૂળ મહારાષ્ટ્રનો વતનીછે અને પરીવાર સાથે સુરતમાં રહેછે.બાળપણ થી દેવેન્દ્રની ઇચ્છા હતી સેનામા સેવા આપવાની. અને આ માટે તેણે કોમર્સના અભ્યાસ સાથે 18 કલાક સતત મહેનત કરતો હતો. બે વાર તે લક્ષ ચૂક્યા બાદ ત્રીજા પ્રયાસમાં સફળ થયો છે.અને નેશનલ ડિફેન્સ એકેડેમી પસંદગી પામનાર આખા ગુજરાતમાં એક માત્ર યુવાન બન્યો છે.
૧૯ વર્ષીય દેવેન્દ્રએ આ માટે વર્ષોની સખત મહેનત અને રાત દિવસ અભ્યાસ કરી પોતાનુ સપનુ આજે સાકાર કર્યું છે. દેવેન્દ્રના પરીવારની આર્થિક સ્થિતિ ખુબ નબળી છે. પપ્પા કટલરીની લારી ચલાવે છે. જો કે પરીવારનો ખુબ સાથ સહકાર હોવાથી દેવેન્દ્રની હિમ્મત મજબુત થતી ગઇ અને આજે સેનામા એક સારા પદ પર પસંદગી થઇ છે. દેવેન્દ્રની સેનામાં લેફટેનન્ટ તરીકે પસંદગી થતા પરીવાર, મિત્રો અને ડીંડોલી વિસ્તારમાં ભારે હર્ષ ગર્વની લાગણી છવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે મધ્યમ વર્ગી અને ગરીબ કુટુંબના બાળકો સેનામાં જવા ‘સડક સે સરહદ તક ગ્રુપ’ના નેજા હેઠળ ટાંચા સાધનો સાથે રોડ પર જ આકરી શારીરિક તાલિમ મેળવી રહ્યા છે. અને તેઓના આ સંઘર્ષ સામે અત્યાર સુધી ઘણા યુવાનોની સેનામાં ભરતી પણ થઈ છે.