મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું

0

મોરબી પુલ હોનારતમાં ૧૨૦૦ પાનાની ચાર્જશીટ રજૂ

આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ૧૨૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં ૯ લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યુંછે. જોકે જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી ૧લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા.

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી છે અને હવે ૧ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તા.૧ ફેબ્રુઆરીના રોજ તેમનીઆગોતરા જામીન અરજી મંજુર કરાય છે. કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજીપર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદ્દત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટેઅરજી કરી હતી. કોર્ટેઅરજી મંજુર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *