સાજનભરવાડ તરફે વકીલપત્ર ભરનાર મિનેશઝવેરી પાસે વકીલ મંડળખુલાસો માંગશે

0

સુરત જિલ્લા વકીલ મંડળની મળેલી કાઉન્સિલની મીટીંગમાં મેહુલ બોઘરા ઉપર જીવલેણ હુમલો કરનાર ટીઆરબીના સુપરવાઈઝ સાજન ભરવાડ તરફે એડવોકેટ મિનેશ ઝવેરીએ વકીલપત્ર ભર્યું હતું. જેથી કાઉન્સિલ મીટીંગના સભ્યોએ એડવોકેટ ઝવેરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સુરત જિલ્લા વકીલ મંડળે આવતી કાલે વકીલોની જનરલ મિટીંગ રાખી જેમાં એડવોકેટ ઝવેરીને બોલાવી તેમની પાસે ખુલાસો માંગવામાં આવશે તેવું એસો.ના જનરલ સેક્રેટરી ચૈતન્ય પરામન્સએ જણાવ્યું હતું.

સુરત જિલ્લા વકીલ મંડળના જનરલ સેક્રેટરી ચૈતન્ય પરાન્સએ જણાવ્યું હતું કે આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળની કાઉન્સિલની મિટીંગ મળી હતી. જેમાં મેહુલબો ઘરા ઉપર જીવલેણ હુમલો કરનારા ટી.આર.બી.સુપરવાઈઝર સાજન ભરવાડ તરફે વકીલપત્ર ભરનારા એડવોકેટ મિનેશ ઝવેરી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આરોપી સાજન ભરવાડ તરફે એડવોકેટ મિનેષ ઝવેરીએ વકીલપુત્ર ભર્યું હતું. જેથી આજની મિટીંગમાં કાઉન્સિલના સભ્યોએ એડવોકેટ મિનેશ ઝવેરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ઠપકો પણ આપ્યો હતો. આ ઉપરાંત આવતીકાલે કોર્ટ બિલ્ડીગમાં વકીલોની જનરલ મિટીંગ રાખવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા વકીલ મંડળે ફોન મારફતે એડવોકેટ ઝવેરીને આ મીટીંગમાં હાજર રહેવા જણાવ્યું હતુ અને એડવોકેટ ઝવેરી પાસે આરોપી સાજન ભરવાડ તરફે જે વકીલ પત્ર ભર્યુ છે તે અંગે ખુલાસો માંગવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *