ફર્સ્ટ ડે ફર્સ્ટ શો:થિયેટરમા ઝૂમે જો પઠાણ પર ઝૂમી ઉઠ્યા ચાહકો
પોલિસ બંદોબસ્ત સાથે પઠાણ ફિલ્મ રિલીઝ
દેશભરમાં ભારે વિરોધ અને વિવાદ વચ્ચે આખરે આજે પઠાણ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને લઈને મલ્ટિપ્લેક્સ પર આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જેને પગલે સુરતમાં પણ બોક્સ ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. તો બીજી બાજુ સુરત સિવાય ગુજરાત બહારના થિયેટરોમાં પઠાણ મુવીના શો દરમિયાન જુમેજો પઠાણ સોંગ પર ચાહકો થિયેટરોમાં ઝૂમી ઊઠ્યા હતા. જેના વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
ફિલ્મ પઠાણનું બેશરમ રંગ સોંગ રિલીઝ થતા જ દીપિકા પાદુકોણના ભગવા રંગના કપડાં પર વિવાદ ઉભો થયો હતો અને ત્યારબાદ બોયકોટ પઠાણથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ શરૂ થયો હતો. પરંતુ આ વચ્ચે દેશભરના થિયેટરોમાં આ ફિલ્મની એડવાન્સ બુકિંગ એ રેકોર્ડ તોડ્યો છે અને આજે આ વિવાદાસ્પદ મુવી રિલીઝ થઈ ગયું છે પરંતુ મલ્ટિપ્લેક્સ બહાર કે અંદર કોઈ તોફાન ન થાય તે માટે દરેક શહેરોમાં ફિલ્મના શો દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતમાં પણ ફિલ્મની રિલીઝને લઈને વહેલી સવારથી મલ્ટિપ્લેક્સ બહાર પોલીસનો કાફલો જોવા મળ્યો હતો.
સૂરતના થિયેટરો ખાલી
એક તરફ ગુજરાત બહારના મોટા શહેરોમાં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો દરમ્યાન શો હાઉસફુલ ગયા છે. ત્યારે સુરતના મોટાભાગના થિયેટરો ખાલી જોવા મળ્યા છે. અહીં મોટાભાગના દર્શકોએ ફિલ્મ ન જોવા જવાની પહેલેથી જ પ્રતિક્રિયા આપી હતી અને તે પ્રમાણે આજે થિયેટરો ખાલી જોવા મળ્યા હતા.
થિયેટરોમાં શાહરૂખના ચાહકો ઝૂમિ ઊઠ્યા
તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફર્સ્ટ શો જોવા ગયેલા દર્શકો અને ખાસ કરીને શાહરુખ ખાનના ચાહકો ઝૂમે જો પઠાણ શોંગ શરૂ થયાં જ થિયેટરમાં ઝૂમી ઉઠ્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ બાદ બોલીવુડ કિંગ શાહરુખ ખાનની સિલ્વર સ્કીન પર ફિલ્મ રિલીઝ થઈ છે પરંતુ દીપિકા પદુકોણ અને શાહરુખ ખાનની આ ફિલ્મ પઠાણ પહેલેથી જ વિવાદમાં રહી છે.અને સમગ્ર દેશમાં ફિલ્મને બોલકોટ કરવાની માંગ પણ ઉઠી હતી. જેને પગલે આ ફિલ્મનું પ્રમોશન પણ કરવામાં આવ્યું હતું. જો કે તેમ છતાં દેશભરના થિયેટરોમાં આ ફિલ્મ એ એડવાન્સ બુકિંગમા રેકોર્ડ તોડ્યા છે.