સચિન અને પાંડેસરા વિસ્તારમાં થયેલ મોબાઈલની લૂંટ તેમજ હત્યાના ગુનામાં અને અન્ય લૂંટ અને મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
સચિન અને પાંડેસરા વિસ્તારમાં થયેલ મોબાઈલની લૂંટ તેમજ હત્યાના ગુનામાં આરોપીને ઝડપી પાડયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અન્ય લૂંટ અને મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.પોલીસે સચિન વિસ્તારમાં માંથી સનેચરો પાસેથી ચોરીના મોબાઈલ ખરીદી વેચાણ કરતા દુકાનદારને ઝડપી પાડી ૨૧ મોબાઈલ સહિત બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત ૧૨મી એપ્રિલના રોજ સચીન જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે એક ઇસમ ની મોબાઈલ લૂંટ કરવા આવેલા ત્રણ લોકોએ હત્યા કરી નાસી છૂટયા હતા આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે વિકાસ ઉર્ફે સૌરભ ચતુર્વેદી, સત્યમ સિંગ ઉર્ફે ગોલુ અને રોહિત ઉર્ફે ટી.ડી. યાદવની ઘરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા તેઓ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઇલની લૂંટ અને સનેચિંગ કરી સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રૂદ્ર મોબાઈલ સર્વિસ સેન્ટરમાં મોબાઈલ વેચતા હોવાની કબૂલાત કરી હતી જેને આધારે પોલીસે દુકાનદાર અરવિંદ બબન મોર્યાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 21 મોબાઈલ ફોન મળી બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચોરીના મોબાઈલ વેચનાર આરોપીની ઘરપકડ બાદ તેની પ્રાથમિક પૂછપરછ મા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ચોરીના ફોન વેચતા અરવિંદ મોર્યાના સંપર્કમાં એક બે નહીં પણ સાત જેટલા મોબાઈલ સ્નેચરો હોવાનુ સામે આવ્યું છે.જેઓ મોબાઈલ ચોરી કરી અરવિંદ મોર્યાને સસ્તા ભાવે વેચતા હતા.