કાપોદ્રામાં થયેલ 47 લાખના હીરાની ચોરીનો ગુનો ઉકેલાયો: કારીગરે જ ઘડ્યો હતો ચોરીનો પ્લાન
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગતરોજ હીરા કારખાના માંથી48 લાખના હીરાની ચોરીની ઘટના બનવા પામી હતી. જ્યાં આ અંગે કારખાનેદારે પોલીસ ફરિયાદ કરતા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ચોરીનો ભેદ સુરત ક્રાઇમબ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમા ઉકેલી કાઢી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે અને તેઓ પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગતરોજ કાપોદ્રાવિસ્તારમા મોહનનગરમા આવેલ સંત-આશીષ ડાયમંડ નામના કારખાના માથી કોઇ અજાણ્યો ચોર ઇસમ સવારના અર્સમાં કારખાનામાં પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરી એસિડમા બોઇલ કરવા મુકેલ 148.80 કેરેટ હીરા કુલ કિં-48,86000 ની મત્તાના ચોરી કરી નાસી છૂટયો હતો. જે બાબતે કારખાનેદાર ધુલાભાઈને જાણ થતાં તેઓએ કાપોદ્રા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ઘટના બનતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કાફલો કારખાના પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસનું ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ચોરીનો ગુનો ઉકેલી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મલેલી બાતમીના આધારે અમરોલી વરીયાવ ટી-પોઇન્ટ પાસેથી આ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે દિપક અચ્છેલાલ માલી (ઉ.વ.૨૩ ધંધો:-હીરા કર્મીંગ રહે. શીવનગર, સોસાયટી ઘર નં:-૨૨૬, છાપરાભાઠા, તાડવાડી, અમરોલી, સુરત મુળ વતન:-સુલતાનપુરગામ બનારસ ઉત્તરપ્રદેશ), ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા( ઉ.વ.૩૨ ધંધો:-હીરા સાઇનીંગમાં નોકરી રહે.૧૮૫, વૃંદાવન સોસાયટી, કાર્તિકનગરની બાજુમાં, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત શહેર. મુળ વતન:- મોટા થાવરીયાગામ તા.જી.જામનગર ) સુનિલ ઉર્ફે સરકાર રતનભાઇ ડાયમા ( ઉ.વ.૨૧ ધંધો:-હીરા ટીચીગ રહે.ઘર નં:-૮૨,) ને રામનગર સોસાયટી અમરોલી પાસેથી ચોરીના તમામ હીરાના મુદ્દામાલ સાથે પકડી ઝડપી પાડી ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ કાઢ્યો હતો.
પોલીસે પકડી પાડેલા આરોપીઓ પૈકી ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા આજ હીરાના કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા શાઇનિંગ મારવાનું કામ કરતો હતો અને તેથી તેને કારખાનાની બધી ગતિવિધિ ખબર હોય તેણે કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ અને દીપક માલીને ટીપ આપી હતી. અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મૂકવામાં આવે છે તે બધે જ જાણકારી આપી 15 ફેબ્રુઆરીના રોજચોરીનો પ્લાન બનાવ્યો હતો.અને ગઇ તા. 17 ફેબ્રુઆરીના રોજ ત્રણેય બરોડા પાસે ભેગા થઈ ચોરી કરવાનું નક્કી કરી સવારના 7:15 વાગ્યાના અરસામાં બોઇલ રૂમમાં કે જયા બીકરમાં હીરા તૈયાર કરવા માટે મુકતા હોય તે રૂમમાં બારીવાટે પ્રવેશ કરી હીરા મુકેલ બીકર આખે આખુ ચોરી કરી પોતાની પાસેની કાળા કલરની બેગમા મુકી નાશી છૂટયા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તૈયાર હીરા ૧૪૮:૩૮ કેરેટ, કુલ કિ.રૂા.૪૮,૨૨,૩૫૦,કાચનું હીરા બોઇલ કરવાનુ બીકર મળી ચોરીનો તમામ મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.