મહાશિવરાત્રીના પર્વ પર કંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, હર હર મહાદેવના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું 

0

આજે મહા શિવરાત્રી, કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, હર હર મહાદેવના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું 

આજે મહા શિવરાત્રી છે ત્યારે સુરત શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સુરતના અતિ પ્રાચીન એવા કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિતે મહાપૂજા, પાલખી યાત્રા, મહા આરતી, જાહેર ભંડારો સહિતનું આયોજન કરાયું છે આ ઉપરાંત વહેલી સવારથી જ ભક્તો દેવાધિ દેવ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા

આજે મહાશિવરાત્રીનો મહા પર્વ છે. દેશ અને દુનિયામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મંદિરોમાં અનોખા આયોજન કરાયા છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે સુરતના કતારગામ સ્થિત આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈને અનેક આયોજન કરવામાં આવ્યા છે

મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહા શિવરાત્રી નિમિતે ૧૭ તારીખના રાતે ૧૨ વાગ્યાથી મહાપૂજા શરુ કરવામાં આવી છે અને ૧૮ તારીખના અઢી વાગ્યા સુધી પૂજા શરુ રહેશે. ભક્તો દર્શન કરી શકે તે માટેની મંદિરમાં સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત સવારે ૮ વાગે મંદિરના શિખર પર ધજા અર્પણ કરાઈ છે તેમજ મંદિર ખાતેથી વિશાળ પાલખી યાત્રા નીકળી હતી અને સમગ્ર કતારગામ વિસ્તારમાં ફરી હતી આ ઉપરાંત બપોરે જાહેર ભંડારો રાખવામાં આવ્યો છે ૯ કલાકે સમગ્ર મંદિરને ૧૦,૧૧૧ દીવડાથી શણગારવામાં આવશે. દર્શન કરવા આવતા ભક્તોને હાથમાં દીવડા પણ આપવામાં આવશે. અને મહાપૂજા, મહા આરતી સહિતનું આયોજન કરાયું છે. મંદિરમાં વહેલી સવારે ૩ વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને લોકો દેવાધિ દેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. માત્ર શિવરાત્રી જ નહી પરંતુ દરરોજ અહી ભક્તોની લાંબી કતારો દાદાના દર્શનાથે આવતા હોય છે. આજે મહા શિવરાત્રી પર્વ પર ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની આસ્થા અને ભક્તિ પ્રમાણે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *