ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: રોહિત શર્મા કેપ્ટન, સૂર્યકુમારને તક; સેમસન અને તિલક બહાર
વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે ટીમના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. શ્રીલંકાના કેન્ડીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અજીત અગરકર સાથે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.
ભારતમાં રમાનારો ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના ચેપોક મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ ભારતીય ટીમ છે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શમી. કુલદીપ યાદવ.
એશિયા કપ માટે જાહેર કરાયેલા 18માંથી માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.હાલમાં
શ્રીલંકામાં ચાલી રહેલા એશિયા કપ માટે ભારતીય ટીમના જે 18 સભ્યોની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી 15 ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયા કપની ટીમમાં હાજર રહેલા તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. યુઝવેન્દ્ર ચહલને પણ ટીમમાં તક મળી નથી.
14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ રમાવાની છે. ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
વર્લ્ડ કપમાં 48 મેચો રમાશે
વન ડે વર્લ્ડ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 46 દિવસ માટે રમાશે, જેમાં 48 મેચો રમાશે. ગત વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં 5 ઓક્ટોબરે પ્રથમ મેચ રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચો રમાશે. બે સેમી ફાઈનલ 15 અને 16 નવેમ્બરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે
વર્લ્ડ કપની વર્તમાન સિઝન 5 ઓક્ટોબરે અમદાવાદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સાથે શરૂ થશે