ભારતની પહેલી દરિયાઈ “તરંગ પોસ્ટ સેવા” : ટપાલ હવે 32 નહીં પણ 7 કલાકમાં જ ભાવનગર પહોંચશે
તરંગ (Tarang) પોસ્ટ સર્વિસના નામથી હજીરા (Hajira) ભાવનગર વચ્ચે ચાલતી રો-રો સર્વિસના માધ્યમથી ટપાલ(Post) સેવાઓ પણ શરૂ કરાશે. આ સેવા શરૂ થયેથી સુરતથી ભાવનગર પહોંચતી ટપાલને અંદાજે 32 કલાક લાગતાં હતાં તે હવે માત્ર 7 કલાકમાં જ ભાવનગર પહોંચશે. આજે 20મી જાન્યુઆરીનાં રોજ તરંગ પોસ્ટ સર્વિસનું શુભારંભ કરવામાં આવ્યો છે. આ ભારતની પહેલી દરિયાઈ પોસ્ટ સેવા છે.
‘તરંગ પોસ્ટ સર્વિસ’ના માધ્યમથી હજીરાથી ભાવનગર વચ્ચે કાર્યરત રો-રો ફેરી સર્વિસ દ્વારા ગુજરાતના સુરતથી ભાવનગર સુધી મેઈલનું પરીવહન કરાય છે. જેના પરીણામે અગાઉ ટપાલ પહોંચવામાં 32 કલાકનો સમય લાગતો હતો તે હવે તરંગ પોસ્ટ સર્વિસ સેવાનો પ્રારંભ થયેથી માત્ર 7 કલાકમાં સુરતથી ભાવનગર પહોંચશે. સમયનો બચાવ અને જરૂરી દસ્તાવેજો લોકોને ઓછા સમયમાં મળી રહે તેવી સુંદર અને અકલ્પિનય સેવાની શરૂઆત આજે 20 જાન્યુઆરી-2023 રોજથી શરૂ થવા જઈ રહી છે.
આ માટેની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે જે પૈકી સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ રોરોફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર મોકલાશે. અનેકોહાથેથનારી કામગીરીની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે, સમયનો બચાવ પણ થશે. જાણવા મળતી માહિતી મુજબ અત્યારસુધીમાં દરિયાઈ પરિવહન દ્વારા લગભગ 15 ટન મેઈલ મોકલવામાં આવ્યો છેજેમાં સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.