અજબ પ્રેમ કી ગજબ કહાની : ફેસબુક પર પ્રેમ થતા યુપીની યુવતી સુરતના પ્રેમીને મળવા સાઇકલ પર નીકળી પડી

A girl from UP, who fell in love on Facebook, went on a bicycle to meet her lover from Surat
ઉત્તર પ્રદેશના(UP) બલિયામાંથી પ્રેમ પ્રકરણનો (LoveStory) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 24 વર્ષની યુવતી ફેસબુક(Facebook) પર કોઈના પ્રેમમાં પડી ગઈ હતી. ત્યારપછી તેનો તાવ એટલો વધી ગયો હતો કે યુવતી તેના પ્રેમીને મળવા માટે સાયકલ પર 1600 કિલોમીટર દૂર સુરત જવા નીકળી હતી. પરંતુ રસ્તામાં આ છોકરી તેની એક ભૂલને કારણે પકડાઈ ગઈ અને પછી પોલીસે તેને તેના પરિવારજનોને સોંપી દીધી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી બલિયા જિલ્લાના મણિયાર ગામની રહેવાસી છે. તે મંગળવારે તેના પ્રેમીને મળવા સુરત જવા માટે સાયકલ પર નીકળી હતી. પરંતુ ઘરથી 20 કિમી દૂર શકનપુર માર્કેટના કેટલાક વેપારીઓને તેની ગતિવિધિ પર શંકા જતાં તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. જે બાદ યુવતીના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતીની બેગમાંથી દુલ્હનના કપડાં અને દાગીના મળી આવ્યા હતા. યુવતીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે તેની માનસિક સ્થિતિ સારી નથી.
બંસડીહ રોડ સ્ટેશનના પ્રભારી રાજકપૂર સિંહે કહ્યું કે, “મંગળવારે શંકરપુર માર્કેટના કેટલાક વેપારીઓએ અમને છોકરો ઘરેથી ભાગી જવાની સંભાવના વિશે ચેતવણી આપી હતી, ત્યારબાદ અમે છોકરીની પૂછપરછ કરી અને પછી તેને તેના માતાપિતાને સોંપી દીધી.”
યુવતીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. તેણીએ કહ્યું કે તે પરીક્ષા આપવા પ્રયાગરાજ જઈ રહી છે, પરંતુ સતત પૂછવામાં આવતા તેણીએ સ્વીકાર્યું કે તેણી તેના પ્રેમીને મળવા સુરત જવા નીકળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ફેસબુક દ્વારા સુરતના એક યુવકના સંપર્કમાં આવી હતી. લાંબા સમય સુધી ચેટ કર્યા બાદ તેણે છોકરાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે યુવકે અસમર્થતા દર્શાવી ત્યારે યુવતી પોતે સાયકલ પર તેને મળવા નીકળી હતી.
રિપોર્ટ્સ અનુસાર જ્યારે યુવતી શંકરપુર માર્કેટ પહોંચી ત્યારે તેના મોબાઈલ ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. અહીં તેણે કેટલાક દુકાનદારોને ફોન ચાર્જ કરવામાં મદદ માંગી. આ દરમિયાન યુવતી ખૂબ જ નર્વસ દેખાતી હતી. જેના કારણે વેપારીઓને શંકા ગઈ અને તેઓએ પોલીસને બોલાવી.