લ્યો બોલો..સુર્યવંશમ’ ૨૦૯૯ સુધી સોની મેક્સ ઉપર પ્રસારિત થતી રહેશે
SOORYAVANSHAM:બાળપણથી એટલા બધા દુઃખોનો બોજો ઉઠાવ્યો છે કે હવે કોઈ બીજો બોજો ઉઠાવવાની હિંમત નથી રહી.. આ ભલે એક ડાયલોગ છે સૂર્યવંશમ ફિલ્મનો પણ દર્શકો પણ હવે આ ડાયલોગ સાથે રિલેટ કરવા લાગ્યા છે, કારણ કે સોની મેક્સ ચેનલ પર તમે જયારે જુઓ ત્યારે આ જ ફિલ્મ ચાલતી હોય છે. ફિલ્મમાં ઠાકુર ભાનુ પ્રતાપ ઝેરવાળી ખીર ખાઈને પાછા સાજા થઈ જાય છે પણ દર્શકો માટે આ ફિલ્મ જ હવે ઝેરી અને માથાનો દુઃખાવો બની ગઈ છે. દર્શકો આ ફિલ્મ જોઈજોઈને એટલા બધા કંટાળી ચૂક્યા છે કે ના પૂછો વાત.. એક કંટાળેલા દર્શકે તો ટીવી ચેનલને ફરિયાદ કરતો પત્ર સુધ્ધાં લખી નાખ્યો છે. આ પત્ર લખનારે ટીવી ચેનલને ત્રણ સવાલ કર્યા છે કે તમારી ચેનલ અત્યાર સુધી કેટલી વખત આ ફિલ્મ ટેલિકાસ્ટ કરી ચૂકી છે,બીજું કે ભવિષ્યમાં તમે કેટલી વખત આ ફિલ્મ હજી દેખાડવાના છો અને ત્રીજું એટલે કે આ ફિલ્મ જોઈ જોઈને જો તેની અમારા મગજ ૫૨ વિપરીત અસર જોવા મળે તો એ માટે જવાબદાર કોણ રહેશે?
પહેલાં સવાલનો જવાબ કેટલી વખત આ ફિલ્મ કેટલી વખત ટીવી પર દેખાડવામાં આવી છે તો એનો જવાબ તો કદાચ ચેનવાળા પાસે પણ નહીં હોય. પરંતુ જો કેલક્યુલેટ કરીએ તો ફિલ્મ ૨૧મી મે, ૧૯૯૯માં રિલીઝ થઈ હતી અને સોની મેક્સ ચેનલ આવી હતી ૨૦મી જુલાઈ, ૧૯૯૯માં. હવે રીલીઝ બાદ તો કોઈ ફિલ્મ તરત જ ટીવી પર ના દેખાડવામાં આવી હોય.