જો પઠાણ ફિલ્મ રિલીઝ થશે, તો થિયેટરને આગ લગાવી દઈશ : અમદાવાદ પોલીસે કરી ધમકી આપનારની ધરપકડ

0
Ahmedabad police arrested the person who threatened

Ahmedabad police arrested the person who threatened

બોલિવૂડ (Bollywood) સ્ટાર શાહરૂખ ખાનની(SRK) બહુપ્રતિક્ષિત અને વિવાદાસ્પદ ફિલ્મ પઠાણ (Pathan) 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દરમિયાન, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ ન કરવાની થિયેટર માલિકોને ધમકી આપવા બદલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાંથી સાયબર ક્રાઈમ ટીમ દ્વારા 33 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિની ઓળખ થઈ છે. સની શાહ ઉર્ફે તૌજીએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેણે થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ ન કરવાની ધમકી આપી હતી.

આ મામલામાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી શાહનું વીડિયો સ્ટેટમેન્ટ ગુજરાતના અનેક અખબારો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોપીએ કહ્યું હતું કે જો કોઈ થિયેટર માલિક પઠાણ ચલાવવાનું નક્કી કરશે તો તેના થિયેટરોને આગ લગાવી દેવામાં આવશે. આ ઘટના બાદ અમદાવાદ સાયબર પોલીસ સક્રિય થઈ હતી, ત્યારબાદ પોલીસ ટીમે આરોપી સની શાહની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી, તપાસ ચાલુ છે

સાથે જ અમદાવાદ પોલીસનું કહેવું છે કે પકડાયેલ આરોપી સન્ની શાહ અગાઉ દક્ષિણપંથી હિન્દુ સંગઠન કરણી સેનાનો સભ્ય હતો.હાલમાં પોલીસે આરોપીનો મોબાઈલ ફોન કબજે કર્યો છે, જેમાં તેને એક ક્લિપ મળી છે. જેમાં આરોપીએ થિયેટર માલિકોને ફિલ્મ પઠાણ રીલીઝ ન કરવા ધમકી આપી છે. જો કે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે આરોપી સનીની પૂછપરછ શરૂ કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *