કાગળ પરથી આગળ વધશે સુરતીઓના ફેવરિટ ડુમસ બીચ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ

0
Surti's favorite Dumas Beach Development project will go ahead

Surti's favorite Dumas Beach Development project will go ahead

શહેરીજનો (Surties) માટે આનંદ પ્રમોદ તથા હરવા-ફરવા માટે જાણીતા ડુમસ (Dumas) સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ભાજપ શાસકો અને વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલ કવાયત હવે નક્કર સ્વરૂપમાં નજીકના ભવિષ્યમાં નજરે પડશે તે સ્પષ્ટ થઈ ગયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ફક્ત આ પ્રોજેક્ટ માટે કાગળ પર આયોજનો તથા મૌખીક વાતો થતી આવી હતી. પરંતુ પ્રથમ વખત તંત્ર દ્વારા અત્યારસુધી ફક્ત કાગળ પર રહેલ આ પ્રોજેક્ટને તબક્કાવાર સાકાર કરવાની દિશામાં પ્રયાણ કરવામાં આવ્યું છે. સરકાર હસ્તકની તથા ફોરેસ્ટ વિભાગની જમીન પર ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપ કરવા, સીએમપી તથા ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા હતા.

સુચિત ડેવલપમેન્ટના મૂળ આયોજન મુજબ સરકાર હસ્તકની 78.99 હેક્ટર તથા ફોરેસ્ટ વિભાગની 23.07 જમીન મળી કુલ 102 હેક્ટર જમીનમાં સુચિત હતું. આ ઉપરાંત દરિયા કિનારાને 45.93 હેક્ટર સરકાર હસ્તકની બિન નંબરી જમીન પર પણ સુચિત મંજૂરી હેતુ દરખાસ્ત રજૂ ઇકો ટુરિઝમ પાર્ક તબક્કાવાર ડેવલપ કરવાનું આયોજન છે. સંપૂર્ણ માસ્ટર પ્લાન મુજબ પ્રોજેક્ટને ૪ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ઝોન1 (અર્બન ઝોન)માં બે પેકેજમાં કામગીરી હાથ ધરવાનું પ્રથમ તબક્કામાં આયોજન કરાયું છે. પેકેજ-1 માં 81069 તથા પેકેજ-2મા 45435 તથા બીન નંબરી જમીન પૈકી 22192 ચો.મી. એરિયાને હાલ ડેવલપ આયોજન કરાયું છે. આ માટે કન્સલ્ટન્ટ આઈએનઆઈ ડિઝાઇન સ્ટુડિયો, અમદાવાદ દ્વારા બંને પેકેજ મળીને ઝોન-1 (અર્બન ઝોન)માટે 206 કરોડના ગ્રોસ અંદાજો તૈયાર કર્યા છે.

કન્સ્ટલ્ટન્ટોના તૈયાર કરાયેલ પેકેજ-1 ની કામગીરી માટેના ગ્રોસ અંદાજોની મંજૂરી હેતુ દરખાસ્ત આગામી જાહેર બાંધકામ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ પ્રોજેક્ટ માટે 100 કરોડની ગ્રાન્ટ ફાળવવા મનપા દ્વારા માર્ચ-2022માં સ૨કા૨ને વિધિવત દરખાસ્ત પાઠવવામાં આવી હતી. ત્યારબાદ મનપા દ્વારા ખાસ ગ્રાન્ટ તરીકે પ્રાથમિક તબક્કામાં આશરે 170 કરોડની ગ્રાન્ટ ફાળવવા ટુરિઝમ વિભાગને જાન્યુઆરી 2023માં પત્ર પણ પાઠવવામાં આવ્યો છે. મનપાના વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં આ પ્રોજેક્ટ માટે કેપિટલ ખર્ચ પેટે 110 કરોડની જોગવાઈ સુચિત કરવામાં આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *