Surat : વેસુમાં દંપતી પિતાનું શ્રાધ્ધ કરવા વાપી ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યો
ઘરમાં રાખેલ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 1,30,800 ના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભૂપેનભાઈને જાણ થતા તેઓએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસે ભુપેનભાઈની ફરિયાદ લઇ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
શહેરના વેસુ વિસ્તારમાં રહેતો પંચાલ પરિવાર બે દિવસ માટે વાપી ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણયા ચોર ઈસમોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ફ્લેટના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ 1.30 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર સિવિલ પ્રોજેક્ટ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલ સંશ્રેય રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય ભૂપેન ચુનીલાલ પંચાલ સિવિલ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે.
વાપીમાં તેમના ઘરે તેમની માતાની તબિયત ખરાબ હતી અને બીજી બાજુ તેમના પિતાનું શ્રાધ્ધ પણ હતું. આ સિવાય તેમની પત્નીનો એક પ્રોગ્રામ પણ હતો. જેથી બંને બે દિવસ અગાઉ વાપી ગયા હતા. આ તકનો લાભ અજાણ્યા ચોર ઈસમોએ ઉઠાવ્યો હતો. તસ્કરોએ ફ્લેટના મુખ્ય દરવાજો કોઈ સાધન વડે ખોલી અગર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં ઘરમાં રાખેલ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 1,30,800 ના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભૂપેનભાઈને જાણ થતા તેઓએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસે ભુપેનભાઈની ફરિયાદ લઇ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.