Surat : સ્કેચના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણાગામની યુવતી પર થયેલા ગેંગરેપનો ગુનો ઉકેલી કાઢ્યો

0

ત્રણેય નરાધમો રાજીવનગર ઝુંપડપટ્ટીમાં સાથે રહેતા હોવાને કારણે એક બીજાની સાથે ઘણા સમયથી પરિચિત હતા.

Surat: Based on the sketch, Surat Crime Branch solved the case of gang-rape of Punagam girl.

Surat: Based on the sketch, Surat Crime Branch solved the case of gang-rape of Punagam girl.

શહેરના કુંભારિયા વિસ્તારમાં યુવતી સાથે સામુહિક બળાત્કારની ચકચારિત ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પ્રેમી સાથે કુંભારિયા ગામથી દેવધ તરફ જતા રસ્તા પર બેસેલ યુવતી સાથે પાંચ – પાંચ નરાધમો દ્વારા સામૂહિક બળાત્કારની ઘટનામાં રાત – દિવસના ઉજાગરા અને ભારે જહેમત બાદ આજે પોલીસે ત્રણ નરાધમોની ધરપકડ કરી છે. છુટ્ટક મજુરી કામ કરતાં અને ન્યૂ બોમ્બે માર્કેટની પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા આ ત્રણેય નરાધમોએ યુવતીના પ્રેમીને બંધક બનાવ્યા બાદ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં વોન્ટેડ અન્ય બે આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગત 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે રઘુવીર માર્કેટની સામે કુંભારિયા ગામથી દેવધ તરફ જતા રસ્તા પર એક યુવતી પોતાના પ્રેમી સાથે બેઠી હતી. આ દરમ્યાન ત્યાંથી પસાર થઈ રહેલા પાંચ યુવકોએ આ બન્ને યુવક – યુવતીને ડરાવી – ધમકાવીને દેવધ ગામ તરફ રસ્તા પર આવેલા કેળાના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં નરાધમોએ યુવકનું મ્હોં અને હાથ બાંધીને યુવતી પર વારાફરતી પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમ્યાન આ પાંચેય આરોપીઓએ યુવક અને યુવતી પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધા હતા અને પીડિતા તથા તેના પ્રેમીને આ ઘટના અંગે કોઈને પણ જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. પાશવી બળાત્કાર અંગે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ દ્વારા નરાધમોને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાથી માંડીને હરસંભવ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસની પાંચ અલગ – અલગ ટીમો દ્વારા પણ કુંભારિયા – દેવધ અને આસપાસના વિસ્તારોમાં ફરતે પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ક્રાઈમ બ્રાંચની એક ટીમને નરાધમો પૈકી ત્રણ આરોપીઓ ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલ રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાની માહિતી સાંપડી હતી. જેના આધારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવ્યા બાદ બળાત્કારમાં સંડોવાયેલા ત્રણેય નરાધમોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓ પૈકી (1) વિદેશી ઉર્ફે ટકલા ઉર્ફે વિકાસ ઉમેશ યાદવ (2) ગોપાલ સુખદેવ મન્ના અને (3) જીતેન્દ્ર ઉર્ફે ફુલચંદ મનોહર યાદવની પોલીસ દ્વારા ધરપકડ કરવાની સાથે જ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તપાસમાં સ્કેચની ભૂમિકા મહત્વપૂર્ણ

પુણા પોલીસ મથકમાં સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવવા પહોંચેલી પીડિતા દ્વારા આરોપીઓના ચહેરાનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું હતું તેના આધારે પોલીસના તજજ્ઞ આર્ટિસ્ટ દ્વારા આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા હતા. આ સ્કેચના આધારે જ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા અલગ – અલગ સ્લમ અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં હ્યુમન સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમ્યાન સ્કેચમાં નજરે પડતાં આરોપીઓ પૈકી ત્રણ ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલ રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. જો કે, પોલીસ આ ચકચારિત પ્રકરણમાં કોઈપણ કચાસ રાખવા માંગતી ન હતી અને સ્કેચના આધારે પહેલા આરોપીઓની ખરાઈ કરવા માટે ઝુંપડપટ્ટીમાં વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ ત્રણેય નરાધમોની ધરપકડનો રસ્તો સાફ થયો હતો.

આરોપીઓના નામ

(1) વિદેશી ઉર્ફે ટકલા ઉર્ફે વિકાસ ઉમેશ યાદવ (22 વર્ષ, મુળ વતનઃ મરારી ગામ, જિલ્લો સતપુરા, બિહાર)
(2) ગોપાલ સુખદેવ મન્ના (25 વર્ષ, મુળ વતનઃ આશાસુનગામ, બડાબજાર, જિલ્લોઃ આસાસુર, પશ્ચિમ બંગાળ)
(3) જિતેન્દ્ર ઉર્ફે ફુલચંદ મનોહર યાદવ (21 વર્ષ, મુળ વતનઃ તારકર મરકારી ટોલા, જિલ્લો પટના, બિહાર)

ત્રણેય આરોપીઓ એપીએમસીમાં મજુરી કામ કરતા હતા

ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણેય આરોપીઓ પુણા – કુંભારિયા રોડ પર આવેલ એપીએમસી માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય નરાધમો રાજીવનગર ઝુંપડપટ્ટીમાં સાથે રહેતા હોવાને કારણે એક બીજાની સાથે ઘણા સમયથી પરિચિત હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *