Surat:પતંગ ચગાવતા ધાબા પરથી પડી જવાથી બાર વર્ષીય બાળકનું મોત
ઉતરાયણ પર્વને લઈને માતા પિતા તેમજ પતંગ રસિયાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પતંગ ચગાવવા એક ધાબેથી બીજા ધાબા પર કૂદકો મારી રહેલા બાળકનું પાંચમા માળેથીપટકાતા મોત નીપજ્યું છે. ઉતરાયણના એક દિવસ પહેલા જ પતંગ ચગાવવાને કારણે બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના વાંકાનેડા ગામ શિવ શક્તિ કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારનો 12 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. અને તે એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસ્યો અને તે પાંચમા માળેથી નીચે પટકાયો હતો. પાંચમા માળેથી પટકાવવાને કારણે બાળકનું સ્થળ પરજ ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બાળકના પરિવાર અને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. બાળકનુ મોત નીપજતા પરિવારમાં શોકનું મોજો ફરી વળ્યું છે. ઘટના અંગે જાણ થતાં સ્થળ પર પહોંચેલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉતરાયણના પર્વ દરમિયાન ધારદાર દોરાને કારણે વાહન ચાલકોના અકસ્માત, તેમજ પતંગ ચગાવતી વખતે ઢાબા પરથી પડી જવાના કિસ્સાઓ દર વર્ષે સામે આવતા હોય છે જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો અમુકના મોત નીપજતા હોય છે. ક્યારે આ પ્રકારની ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે અને પર્વની ઉજવણીમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે તેનું પણ દરેક લોકો ધ્યાન રાખે એ જરૂરી છે.